વજન ઓછું કરવું છે? આદુવાળા પાણીનું રોજ કરો સેવન – સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક
- આદુવાળુ પાણી શરીર માટે ફાયદાકારક
- વજન ઓછું કરવા માટે ઉપયોગી
- આ રીતે કરો આદુવાળા પાણીનો ઉપયોગ
ભારતમાં આદુનો ઉપયોગ ચા ને સ્વાદિષ્ટ બનાવવા માટે અથવા ભોજનને વધારે સરસ બનાવવા માટે થાય છે. પણ આદુના એટલા બધા ઉપયોગ છે કે તેનાથી શરીરનું વજન પણ ઉતરે છે અને તે શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. આદુનો પરંપરાગત રીતે આયુર્વેદ અને હોમિયોપેથી જેવા તબીબી વિજ્ઞાનમાં ઉપયોગ કરવામાં આવે છે. આદુ એન્ટીઑકિસડન્ટ અને એન્ટિ એન્ફ્લેમેટરી ગુણધર્મોનું પાવરહાઉસ છે જે તમારા ત્વચા, વાળ અને શરીર માટે ફાયદાકારક છે.
આદુ એક એવી વસ્તું છે જેનાથી માત્ર વજન વધતું જ નથી પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તેનાથી વજન ઓછું પણ પણ કરી શકાય છે. આદુ શરીરમાંથી પોષક તત્વોને વધુ સારી રીતે શોષી લે છે અને ભૂખ પણ ઘટાડે છે. તેનું સેવન કર્યા પછી લાંબા સમય સુધી ભૂખ અનુભવતા નથી.
આદુનો ઉપયોગ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે – આદુનું પાણી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. હૃદયરોગ અને સ્ટ્રોક જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનું વધતું જોખમ ઘટાડે છે.
આદુનું પાણી ઘરે બનાવવા માટે આ રીત છે જેમાં તાજા આદુનું મૂળ – પાણી 3 કપ લેવું – મધ એક ચમચી લેવું. આ પછી આદુને છીણી લો, તેને એક બાઉલમાં નાખો. 3 કપ પાણી ઉકાળો. પાણી ઉકળવા આવે એટલે તેમાં આદુ ઉમેરો. ગેસ બંધ કરો અને પાણીને 5 મિનિટ સુધી આ રીતે રહેવા દો. એક ગ્લાસમાં આદુના ટુકડા કાઢવા માટે પ્રવાહીને ગાળી લો. એક ચમચી મધ ઉમેરો અને સારી રીતે ભળવા દો. આદુનું પાણી પીવા માટે તૈયાર છે.
જો કે આ એક કુદરતી ઉપચાર છે અને કેટલાક લોકોને આ પ્રકારનો ઉપચાર માફક આવતો નથી તો તે લોકોએ સ્વાસ્થય સબંધિત કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા જે તે વિષયના અનુભવી વિશેષજ્ઞની સલાહ લેવી જરૂરી છે.