જે લોકોને વાળ ઉતરતા હોય, વાળ શુષ્ક થઈ જતા હોય અથવા સફેદ થતા હોય તે લોકોએ આ પ્રકારના માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. આ માસ્કથી વાળને લગતી અનેક પ્રકારની સમસ્યા દુર થઈ શકે છે.
કેળા અને દહીંથી બનેલા વાળનો માસ્કઆ હેર માસ્ક બનાવવા માટે એક બાઉલમાં કેળાને મેશ કરો. તેમાં દહીં ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. હવે આ હેર માસ્કને બ્રશ વડે વાળમાં લગાવો. વાળને શાવર કેપથી ઢાંકી દો. બીજા દિવસે વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. આ હેર માસ્ક વાળની ડ્રાયનેસ અને ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે.
આ ઉપરાંત નાળિયેર તેલ અને એલોવેરા જેલનો ઉપયોગ કરીને હેર માસ્ક પણ બનાવી શકાય છે. ઘણી વખત હેર સ્ટાઇલ ટૂલ્સ અને કેમિકલયુક્ત ઉત્પાદનો વાળને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં આ હેર માસ્ક વાળને નુકસાનથી બચાવવાનું કામ કરે છે. આ માટે એક વાસણમાં નારિયેળ તેલ ગરમ કરો. તેમાં 3 ચમચી એલોવેરા જેલ ઉમેરો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. હવે આ હેર માસ્કને હળવા ભીના વાળ પર લગાવો. તેને આખી રાત રહેવા દો. બીજા દિવસે સવારે વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. આ હેર માસ્કમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તે એન્ઝાઇમ્સ, વિટામિન્સ, મિનરલ્સ અને ફેટી એસિડથી ભરપૂર છે. આ હેર માસ્ક વાળ માટે ફાયદાકારક છે.
ઉલ્લેખનીય છે કે લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી. આ જાણકારીને અનુસરતા પહેલા જાણકારની સલાહ લેવી જરૂરી છે.