Site icon Revoi.in

ગૂગલ મીટમાં મીટિંગ સિડ્યુલ કરવી છે?તો જાણી લો સ્ટેપ્સ

Social Share

પહેલાનો સમય એવો હતો કે લોકો મીટિંગના કામથી એક સ્થળે પર ભેગા થતા હતા. લોકો તે સમયે મળતા પહેલા ફોન પર સમય અને સ્થળ પણ નક્કી કરતા હતા પરંતુ હવે જ્યારથી કોરોના આવ્યો અને પછી તે કામની રીત જ બદલાઈ ગઈ છે તેવું કહી શકાય.

લોકો હવે ગૂગલમાં મીટમાં મીટિંગ ફિક્સ કરતા થઈ ગયા છે પરંતુ તેને સિડ્યુલ પણ કરી શકાય તે લોકોએ જાણવું જોઈએ. આ માટે સૌથી પહેલા તો કોમ્પ્યુટર/લેપટોપ અથવા મોબાઈલ પર Google Meet એપ્લિકેશન ખોલો. હવે New Meeting ના વિકલ્પ પર ક્લિક કરો.

હવે તમે ઘણા વિકલ્પો જોશો. આમાં Create a Meeting for Later, Start an Instant અને Meeting Schedule in Google Calendar શામેલ છે.

અહીં તમારે Create a Meeting for later ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી તમને એક લિંક મળશે, તે લિંકને કોપી કરો અને તે સભ્યોને મોકલો જેની સાથે તમે મીટિંગ કરવા માંગો છો.

હવે આ બધા પછી, જ્યારે તમે મીટિંગ કરવા માંગો છો, તો તમે તે લિંક પર ક્લિક કરીને જોડાઈ શકો છો. આ સિવાય તમે Google Meet એપ ખોલીને, Enter a Code or Link ના વિકલ્પ પર ટેપ કરીને, આપેલા વિકલ્પ પર લિંકને પેસ્ટ કરીને પણ તમારી મીટિંગ શરૂ કરી શકો છો.

આ સિવાય, તમે Schedule in Google Calendar પર ક્લિક/ટેપ કરીને Google Calendar પર જઈ શકો છો. તમે તમારા કમ્પ્યુટર, લેપટોપ અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર આ ઉલ્લેખિત પદ્ધતિઓનો ઉપયોગ કરીને Google મીટમાં તમારી મીટિંગ શેડ્યૂલ કરી શકો છો.