Site icon Revoi.in

મોબાઈલમાં વીડિયો હાઈક્વોલીટીમાં શૂટ કરવો છે? તો જાણીલો આ ટિપ્સ

Social Share

આજકાલ વીડિયોઝ અને ફોટોનો ક્રેઝ વધ્યો છે,વ્યક્તિ કોઈ પણ સ્થળ પર ફરવા જાય તો પહેલા તેનો વીડિયો બનાવે છે અથવા તો ફોટોઝ પાડ છે એજ રીત કોઈ પ્રસંગ હોય કે તહેવાર કે પછી કોઈ સારી રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય ફોટો અને વીડિયો બનાવાનું કોઈ ચૂકતા નથી આવી સ્થિતિમાં આજે તમને વીડિયોની ક્વોલિટી સારી આવે તે માટેની ટિપ્સ જણાવીશું જેના થકી ફોટો અને વીડિયો ખૂબ સારા આવી કે છે મોબાઈલના વીડિયોઝ કેમેરાની જેવી ક્વોલિટી આપી શકે છે.

વીડિયો રેકોર્ડ દરમિયાન ફોનને હંમેશા આડી સ્થિતિમાં રાખો. આની મદદથી તમે દરેક જગ્યાએ વીડિયોનો ઉપયોગ કરી શકશો. યુટ્યુબ હોય કે અન્ય કોઈ સોશિયલ નેટવર્કિંગ સાઈટ, હોરીઝોન્ટલ પોઝીશનમાં બનાવેલા વિડીયો સરળતાથી અપલોડ કરી શકાય છે.
વિડિઓ બનાવવા માટે, ફોનને બંને હાથથી પકડવાનો પ્રયાસ કરો. આનાથી ફોન ઓછો હલશે અને તમે વધુ સારા વીડિયો બનાવી શકશો.

ફોનમાંથી વિડિયો બનાવવા માટે માઇક્રોફોનની કાળજી લેવી પણ જરૂરી છે. જો માઈક્રોફોન પર આંગળી આવે તો અવાજ ખરાબ આવે તો પણ વીડિયો સારો હશે અને તમારી બધી મહેનત વ્યર્થ જશે. આવી સ્થિતિમાં, તે મહત્વનું છે કે તમે તમારી આંગળીને માઇક્રોફોન પર ન રાખો.

તમારી પાસે વિડિયોમાં સેટિંગ્સ છે, જેમ કે ફોટોગ્રાફીમાં. અહીં તમે લાઇટ, મોડ અને રિઝોલ્યુશન સેટ કરી શકો છો. રિઝોલ્યુશન સિવાય તમામ સેટિંગ્સને ઓટો પર રાખવાનો પ્રયાસ કરો.

બીજી તરફ, જો ફોનમાં એન્ટી ફ્લિકર હોય, તો તેને ચાલુ કરો. તેનાથી વિડીયોગ્રાફીમાં સુધારો થશે. ફોનને થોડો હલાવવામાં આવે તો પણ તે પોતે જ એડજસ્ટ થઈ જશે.
જો ફોનમાં ગાઈડલાઈનનો વિકલ્પ હોય તો તેને ઓન કરો. આ તમને મુખ્ય વિષયને મધ્યમાં રાખવામાં મદદ કરશે.

ઘણા ફોનમાં કેમેરા ખૂણામાં હોય છે, જેના કારણે વિડીયોગ્રાફી દરમિયાન ઘણીવાર આંગળી કેમેરાની સામે આવે છે. આવી સ્થિતિમાં, રેકોર્ડિંગ કરતી વખતે તમારી આંગળીનું ધ્યાન રાખો.