1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખારાઘોડા-ઝીંઝુવાડાના રણ વિસ્તારમાં બાળકો માટે બંધ કરાયેલી આંગણવાડીઓ શરૂ કરવા માગ
ખારાઘોડા-ઝીંઝુવાડાના રણ વિસ્તારમાં બાળકો માટે બંધ કરાયેલી આંગણવાડીઓ શરૂ કરવા માગ

ખારાઘોડા-ઝીંઝુવાડાના રણ વિસ્તારમાં બાળકો માટે બંધ કરાયેલી આંગણવાડીઓ શરૂ કરવા માગ

0
Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ખારાઘોડા અને ઝીંઝુવાડાના રણ વિસ્તારમાં અગરિયાઓના બાળકો માટે આંગણવાડી શરૂ કરવામાં આવી હતી. રણ વિસ્તારમાં અગરિયાઓ સીઝન પ્રમાણે કામ કરતા હોય છે. ચોમાસામાં પોતાના વતન પરત ફરતા હોય છે. બે વર્ષ પહેલા રણમાં સાત આંગણવાડી શરૂ કર્યા બાદ પુનઃ આંગણવાડી શરૂ કરાઈ નથી. ત્યારે આ વર્ષે પછાત અને ગરીબ અગરિયાઓ રણમાં આંગણવાડી શરૂ થવાની મીટ માંડીને બેઠા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણેક વર્ષ અગાઉ આઇસીડીએસ વિભાગ દ્વારા કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયા બાળકો માટે એકસાથે દશ આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં  ધ્રાંગધ્રાના રણમાં 3, ખારાઘોડા રણમાં 4 અને ઝીંઝુવાડા રણમાં 3 મળી કુલ 10 આંગણવાડીઓ શરૂ કરાતા મીઠું પકવતા અગરિયા સમુદાય માટે સોનાનો સુરજ ઉગ્યો હતો. ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં સાત આંગણવાડી શરૂ કર્યા બાદ છેલ્લા બે વર્ષથી આ રણમાં આંગણવાડી શરૂ કરાઈ નથી. અગરીયા ભૂલકાઓ માટે આંગણવાડીની યોજનાનું બાળમરણ થયું હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. ત્યારે આ વર્ષે પછાત અને ગરીબ અગરિયાઓ રણમાં આંગણવાડી શરૂ થવાની મીટ માંડીને બેઠા છે.  રણ વિસ્તારમાં આઠ મહિના દુનિયાથી અલિપ્ત રહેતી અગરિયા મહિલાઓમાં અને બાળકોમાં કુપોષિણનું પ્રમાણ ચિંતાજનક છે. તંત્ર દ્વારા આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી વ્યાપક માંગ અગરિયા સમુદાયે ઉઠાવી છે.

આ અંગે પાટડી આંગણવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, આ વર્ષે રણમાં આંગણવાડી શરૂ કરવા વર્કરોની ભરતી માટેની જાહેરાત આપી દેવામાં આવી છે. જેમાં 21 દિવસમાં રણ આંગણવાડી વર્કરની ભરતી કર્યા બાદ રણમાં તુરત જ આંગણવાડી શરુ કરી દેવામાં આવશે. આ વર્ષે શિક્ષણ વિભાગના સર્વ શિક્ષા અભિયાન વિભાગ દ્વારા ખારાઘોડા રણમાં 12 રણ બસ શાળા અને ઝીંઝુવાડા રણમાં 6 રણ બસ શાળા મળી કુલ 18 રણ બસ શાળા શરૂ કરાતા અગરીયા સમુદાયમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code