માથામાંથી વાળને ખરતા રોકવા છે? તો આ માહિતી છે તમારા માટે
આજના સમયમાં પ્રદૂષણ, અયોગ્ય સમય પર જમવાનું, કેટલીક ખોટી આદતોના કારણે લોકોના શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી ગઈ છે, આવામાં કેટલાક લોકો વાળ ખરવાની સમસ્યાનો પણ સામનો કરતા હોય છે. ત્યારે હવે જે લોકોને આ સમસ્યા છે તે લોકો જાણકારીને ખાસ કરીને જાણી લે.
સ્ત્રી હોય કે પુરુષ, વાળ બંનેની સુંદરતામાં વધારો કરે છે. વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો ઘરગથ્થુ ઉપાયોનો ઉપયોગ કરે છે. આવામાં તમારા ખરતા વાળને કંટ્રોલ કરી શકાય છે.
સૌથી પહેલા તો તમે કેસ્ટર ઓયલનો ઉપયોગ કન્ડિશનર તરીકે પણ કરી શકો છો. આ વાળને મજબૂત અને સુરક્ષિત બનાવશે. કુદરતી રીતે કેસ્ટર ઓયલનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી આપણા વાળમાં ચમક આવે છે. કેસ્ટર ઓયલનો તમને બે મોં વાળા વાળથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલા પોષક તત્વો આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
આ ઉપરાંત કેસ્ટર ઓયલને નારિયેળના તેલમાં મેળવીને પણ ઉપયોગમાં પણ લેવાય છે. આ માટે તમે બંનેને સારી રીતે મિક્સ કરી લો. આ પછી લગભગ 10 મિનિટ સુધી તમારા સ્કેલ્પ પર મસાજ કરો. આ તેલના મિશ્રણને તમારા વાળના મૂળમાં સારી રીતે લગાવો. તેલને વાળમાં 2 કલાક રહેવા દો. તે પછી તમારા વાળને ધોઈ લો.
ઉલ્લેખનીય છે કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી જાણકારી માટે લખવામાં આવી છે અને તેનો કોઈ દાવો કરવામાં આવતો નથી.