Site icon Revoi.in

વાળને મજબૂત બનાવા છે ? તો દહીંમાંથી સરળ રીતે બનાવો આ હેરમાસ્ક

Social Share

સામામ્ય રીતે ઉનાળામાં વાળની સમસ્યાઓ વધે છે,ગરમીના કારણે વાળમાં પસીનો થવો.વાળમાં ગંઘ મારવી અને પરિણામે વાળ પાતળા થવા જેવી સમસ્યા સર્જાય છે,તડકા, ધૂળ અને પ્રદૂષણને કારણે વાળને ખૂબ જ નુકસાન થાય છે. આ પ્રકારના વાળ તમારા દેખાવે બગાડે છે આનાથી બચવા માટે અમે તમારા માટે કેટલાક અદ્ભુત હેર માસ્ક લાવ્યા છીએ જેને તમે દહીંની મદદથી બનાવી શકો છો. આવી સ્થિતિમાં જાણી લો કેટલાક અદ્ભુત હેર માસ્ક જેના ઉપયોગથી તમે તમારા વાળની ​​સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

1 – સામગ્રી

રિત- તેને બનાવવા માટે દહીં, મધ અને એલોવેરાને સારી રીતે મિક્સ કરો. હવે તમારા વાળ સંપૂર્ણપણે ઢંકાઈ જાય ત્યાં સુધી તમારા વાળના મૂળથી લઈને છેડા સુધી લગાવો. લગભગ 30-40 મિનિટ માટે છોડી દો. પછી હુંફાળા પાણીથી ધોઈ લો. જો તમારા વાળ શુષ્ક હોય તો તમે આ માસ્કમાં કેળા ઉમેરી શકો છો.

 2 – સામગ્રી

રીત – માસ્ક બનાવા માટે  દહીં અને ઓલીવ  તેલ મિક્સ કરીને બાજુ પર રાખી દો. એક જગમાં લીંબુનો રસ અને પાણીનું મિશ્રણ બનાવો. ત્યાર બાદ  તમારા વાળને શેમ્પૂ કર્યા પછી, તમારા ભીના વાળ પર દહીં-તેલનો હેર માસ્ક લગાવો અને તેને 20 મિનિટ સુધી રહેવા દો. તે પછી, વાળ ધોઈ લો. તમારા વાળને ફરીથી લીંબુ પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયાને મહિનામાં ઓછામાં ઓછા ત્રણ વખત કરો

3 – સામગ્રી

રીત – તેને બનાવવા માટે મેથીના દાણાને આખી રાત પલાળી રાખો. સવારે બીજને પીસીને દહીંમાં મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા માથા અને વાળમાં લગાવો. અડધો કલાક રહેવા દો અને પછી હૂંફાળા પાણીથી ધોઈ લો.