Site icon Revoi.in

ગુજરાતના નેશનલ પાર્ક અને અભ્યારણોમાં ફરવું છે? તો તે પહેલા જાણી લો તેના વિશેની તમામ માહિતી

Social Share

ગુજરાતના લોકો ખાવાના અને ફરવાના એટલા શોખીન હોય છે કે તેની ના પૂછો વાત, જ્યારે જ્યારે ગુજરાતના લોકોને ફરવાનો સમય મળે ત્યારે મોટા ભાગના લોકો તો અભ્યારણ્ય અને નેશનલ પાર્કમાં ફરવાનું વધારે પસંદ કરતા હોય છે, તો હવે જે લોકોને ફરવા જવું છે તે લોકોએ આ સ્થળો વિશે ખાસ જાણી લેવું જોઈએ.

સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ગીર અભયારણ્ય આવેલું છે. આની વિશેષતા તે છે કે અહીંયા લગભગ 500 જેટલા સિંહ છે અને તે આ અભયારણ્યમાં ફરતી વખતે જોવા મળે છે. પથરાળ અને ડુંગરાળ વિસ્તારમાં સિંહ ફરતાં નજરે પડે છે. વન્ય જીવ સિંહ આજે વિશ્વમાં ઘણાં ઓછા જોવા મળે છે. અહીંયા ચિંકારા, નીલગાય, હરણ, સાબર વગેરે જોવા મળે છે. ગીર નેશનલ પાર્ક એક અભયારણ્ય છે જ્યાં સિંહ રહે છે અને અહીંયા જુદા જુદા પ્રકારના વૃક્ષ પણ મળી આવે છે. પર્વતોમાંથી વહેતા ઝરણાં, નદીઓના રૂપે કેટલાયે જીવોને જીવનદાન પ્રદાન કરે છે.

ગુજરાતમાં જામનગર વિસ્તારમાં મરીન નેશનલ પાર્ક આવેલ છે. મરીન અભયારણ્યના સરોવરના કિનારે મુંગા જોવા મળી જાય છે. ભારતના પક્ષીના ગ્રેટ ઈંડિયન બસ્ટર્ડ પણ અહીંયા જોવા મળે છે. આ જંગલમાં ખાસ કરીને બારહસિંઘા જોવા મળી આવે છે જે વિશ્વમાં ઘણી ઓછી જગ્યાએ જોવા મળે છે.

નળ સરોવર પક્ષી અભ્યારણ્યમાં 250 પ્રકારના અનોખા પક્ષીઓ જોવા મળે છે. ઠંડીની ઋતુમાં નળ સરોવરમાં દૂર દૂરથી પક્ષીઓ આવે છે. અહીંયા તમે માછલી પકડવાનો આનંદ પણ માણી શકો છો. અમુક પક્ષીઓ જેવા કે જૈકેન, મુરેહન તેમજ બતક વગેરે તો સરોવરમાં તરતાં જોવા મળી જાય છે.

પર્યટક બોટિંગનો આનંદ પણ માણતાં માણતાં દુરબીન વડે તે પક્ષીઓને જોઈ શકે છે જે સરોવરમાં રહે છે તેમજ પાણીની વચ્ચે આવેલા ઝાડ પર સુરક્ષીત સ્થાને પોતાના માળા બનાવીને રહે છે. તે સમય તો ખુબ જ સુંદર છે જ્યારે પાણીની લહેરો પર સુરજ આથમી રહ્યો હોય અને પક્ષીઓ પોતાના ઝુંડની સાથે પોતાના માળાઓ તરફ જઈ રહ્યાં હોય. રંગ-બેરંગી અને જુદા જુદા પ્રકારના કેટલાયે પક્ષીઓ આ અભયારણ્યમાં જોવા મળે છે. ગાઈડ દ્વારા આ સ્થળને ખુબ જ સારી રીતે જોઈ અને જાણી શકાય છે.