- ફરવા માટે મસ્ત જગ્યા
- પ્રદૂષણની પણ નથી કોઈ ચિંતા
- પ્રવાસીઓની નજરથી દૂર
ભારતમાં ફરવા માટે અનેક જગ્યાઓ છે. લોકો દેશ વિદેશથી ભારતની કેટલીક જગ્યાઓ પર ફરવા આવતા હોય છે. આવામાં જે લોકોને પ્રદૂષણ ન હોય તેવી જગ્યાએ ફરવા જવું હોય તો આ સ્થળો તેમના માટે બેસ્ટ રહેશે. વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશની સ્પિટિની તો તે સૌથી સારી જગ્યાઓમાની એક જગ્યા છે. હિમાચલ પ્રદેશની સ્પીતિ વેલી માત્ર તેની સુંદરતા માટે જ નહીં પરંતુ તેની સ્વચ્છતા માટે પણ વખણાય છે.સ્પીતિ 90 ના દાયકાની શરૂઆતથી જ પ્રવાસીઓને આકર્ષિત કરી રહી છે. અહીં સ્થાનિક લોકો પાસે કચરા નિકાલ માટેની એક મેનેજમેન્ટ સિસ્ટમ છે. ગંદા પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ પણ અહીંના સ્થાનિકો પાસે છે. જેના માટે સરકારે અહીંના સ્થાનિકોને પુરસ્કારથી સન્માનિત કરેલા છે.
દિલ્હીથી 300 કિમી દૂર આવેલુ લેન્ડૌર તેની સ્વચ્છ હવા માટે જાણીતુ છે. અંગ્રેજોના સમયથી જ અહીં પ્રદૂષણનું સ્તર ખૂબ જ નીચુ જળવાતુ આવેલુ છે. પહાડો વચ્ચે આવેલુ આ સ્થળ એક અલગ જ દુનિયાનો અહેસાસ અપાવે છે.
ભારતમાં વધતા જતા પ્રદૂષણની વચ્ચે પ્રવાસન સ્થળો પણ પ્રદૂષિત થઇ રહ્યા છે. જો કે ભારતમાં હજુ પણ કેટલાક એવા સ્થળ છે જ્યાં શુદ્ધ હવા અને સ્વચ્છતા છે. વેકેશનમાં તમે આવા સ્થળોએ વેકેશનની મજા માણી શકો છો.
જો વાત કરવામાં આવે મેઘાલયની તો મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સમાં આવેલા માવલીનોંગમાં વાસ્તવિક અને પ્રદૂષણમુક્ત પ્રકૃતિનો અહેસાસ કરી શકાય છે. માત્ર 500 લોકોને વસ્તી ધરાવતા ગામે ‘ભારતનું સૌથી સ્વચ્છ ગામ’નું ટેગ પણ મેળવેલુ છે. 2003માં માવલીનોંગે આ ટેગ મેળવ્યો છે. શિલોંગથી આ સ્થળ માત્ર 90 કિમી દૂર છે.