નવી દિલ્હીઃ દુશ્મન દેશની સેના સાથે યુદ્ધ થાય છે, તેમના સામાન્ય નાગરિકો સાથે નહીં. જેથી બાલાકોટ એર સ્ટ્રાઈક દરમિયાન ઉપયોગમાં લેવાતા હતા તે રીતે દેશમાં ચોકસાઇથી દારૂગોળાની સખત જરૂર છે. દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ બુધવારે રાજધાની દિલ્હીમાં બીજી મિલિટરી-એમ્યુનિશન કોન્ફરન્સ AMO-ઇન્ડિયાને સંબોધિત કરી રહ્યા હતા. દરમિયાન, સ્વદેશી દારૂગોળાની જરૂરિયાત પર બોલતા, સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે, ભવિષ્યના યુદ્ધમાં પ્રિસેસિઝન ગાઇડેડ એમ્યુનિશન કોઈપણ હથિયારની જેમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
કારગિલ યુદ્ધમાં મુંથો-ધલો બેઝ પરના હુમલા અને પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી ઠેકાણા પર 2019ના એર સ્ટ્રાઈકની સફળતાનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું કે, સ્માર્ટ-પ્રિસેસિયન એમ્યુનેશન માત્ર દુશ્મન સૈન્ય સ્થાનોને નિશાન બનાવે છે. જેથી નજીકની નાગરિક-સંસ્થાઓને નુકસાન થતું નથી.
તેમણે કહ્યું કે યુદ્ધના મેદાનમાં આ દારૂગોળાનો નવો અવતાર છે. આ પ્રકારના દારૂગોળાને એકવાર પ્રોગ્રામ કરીને, ઓટો યાંત્રિક રીતે કોર્સ-કરેકશન કરી શકે છે અને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ લક્ષ્યને હિટ કરી શકે છે. પરંપરાગત દારૂગોળામાં આવું થતું નથી. પહેલાના જમાનામાં દારૂગોળાની સાઈઝ અને તેમાં લોડ થયેલો દારૂગોળો વધુ મહત્વનો હતો. પરંતુ હવે દારૂગોળાની સ્માર્ટનેસ વધુ મહત્વની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સંરક્ષણ ક્ષેત્રે વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે, એટલું જ નહીં યુદ્ધના હથિયારોનું ભારતમાં જ ઉત્પાદન થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
(Photo-File)