Site icon Revoi.in

યુદ્ધગ્રસ્ત દેશોમાં વોર ટુરિઝમ ફુલ્યો-ફાલ્યું, પ્રજાએ યુદ્ધને વેપાર બનાવ્યોઃ સુધીર ચૌધરી

Social Share

અમદાવાદઃ આજતક ચેનલમાં કનસલ્ટન્ટ એડિટર તરીકે ફરજ બજાવતા સુધીર ચૌધરીએ કેટલીક વાતોને ખુલાસો સીઆઈઆઈ યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ 2.0 સમિટમાં કર્યો હતા, આ કાર્યક્રમ દરમિયાન તેમણે મીડિયામાં થનારા ફેરફાર, તેમા આવતા પડકાર વિશે જણાવ્યું હતું.

સીઆઈઆઈ યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ સમિટ 2.0માં સુધીર ચૌધરી દ્વારા પત્રકારત્વને લઈને મહત્વની વાત કરવામાં આવી, આ બાબતે તેમણે પહેલા થતા પત્રકારત્વ અને અત્યારના પત્રકારત્વને લઈને પણ કેટલીક વાત કહી, આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે, પહેલાના સમયમાં સરકાર દ્વારા કરવામાં આવતી ભૂલના કારણે પણ ભારતને કેટલીક તકલીફો પડી રહી છે. સુધીર ચૌધરી દ્વારા એક રેકોર્ડિંગને પ્લે કરીને બતાવવામાં આવ્યું કે, પત્રકારોને કેવી રીતે ધમકીઓ પણ મળતી રહે છે. એક વાર ખાલિસ્તાની સમર્થકો દ્વારા ધમકી આપવામાં આવી તો બીજા રેકોર્ડિંગમાં તેમણે બતાવ્યું કે, આતંકવાદીઓ દ્વારા પણ કેવી રીતે ધમકીઓ આપવામાં આવી રહી છે. છોટા સકીલ દ્વારા આપવામાં આવેલી ધમકીનું પણ રેકોર્ડિંગ સંભળાવવામાં આવ્યું જેમાં છોટા શકીલ દ્વારા સુધીર ચૌધરીને ધમકીઓ આપવામાં આવી તેના વિશે સંભળાવવામાં આવ્યું.

ઈરાકમાં જ્યારે યુદ્ધનું રિપોર્ટિંગ કરવા ગયા ત્યારે જાણવા મળ્યું કે, આ દેશોમાં વોર એટલે યુદ્ધને વેપાર બનાવીને રાખ્યો છે અને જોવા મળી રહ્યુ હતું કે આ દેશોમાં વોર ટુરિઝમ ચાલી રહ્યું હતુ. ત્યાંના લોકો પણ નહોતા ઈચ્છતા કે વોર બંધ થાય કારણ કે તેમને રૂપિયા કમાવા મળતા હતા.

ભારતમાં અમીર અને ગરીબીને લઈને પણ કહ્યું કે ભારતમાં 80 કરોડ લોકોને સરકાર તરફથી મળતા અનાજની જરૂર છે અને બાકીના લોકો અમીર છે. ભારતમાં જે લોકો પોતાને અમીર સમજે છે તે ગરીબ લોકોનું સન્માન નથી જાળવતા અને તેમને તુકારાથી પણ બોલાવતા હોય છે. દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે તેમને ગરિબોનું અપમાન કરવાનો તેમને કોને અધિકાર આપ્યો.

ઉલ્લેખનીય છે કે સુધીર ચૌધરી દ્વારા સમાજ, પત્રકારત્વ, સરકારની ભૂલો તથા અન્ય વિષયો પર પણ વાત કરવામાં આવી.