મુંબઈમાં કોવિડ કેસમાં ભારે વધારા બાદ ચેતવણી,પોઝિટિવ કેસમાં 6 ટકાનો વધારો
મુંબઈ:હાલ કોરોનાના કેસમાં દૈનિક વધઘટ જોવા મળી રહી છે.જેને લઈને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે,મુંબઈમાં કોવિડની તપાસ ઝડપી કરવામાં આવશે. કારણ કે શહેરમાં ટેસ્ટ દરમિયાન પોઝિટિવ દર છ ટકા પર પહોંચી ગયો છે.BMCએ કહ્યું કે અમે અધિકારીઓને ‘યુદ્ધના ધોરણે’ પરીક્ષણને તાત્કાલિક વધારવા માટે કહ્યું છે. ટેસ્ટ લેબને પણ સંપૂર્ણ રીતે તૈયાર રહેવા અને કર્મચારીઓની સંખ્યા વધારવા માટે કહેવામાં આવ્યું છે.
ચેતવણી આપવામાં આવી છે કે, “મુંબઈમાં દૈનિક કેસોમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે, હવે જ્યારે ચોમાસું તેના માથા પર છે, ત્યારે કોરોનાના નવા કેસોમાં ઝડપથી વધારો થશે.” BMCએ 12 થી 18 વર્ષના બાળકોમાં રસીકરણ અભિયાન અને બૂસ્ટર ડોઝને વેગ આપવા જણાવ્યું છે.
મંગળવારે, મુંબઈમાં 506 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જે આ વર્ષે 6 ફેબ્રુઆરી (536 કેસ) પછી સૌથી વધુ દૈનિક સંખ્યા છે.આ વર્ષે એપ્રિલમાં નોંધાયેલા કેસોની સરખામણીમાં મુંબઈમાં મે મહિનામાં નોંધાયેલા COVID કેસોની સંખ્યામાં 100 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના 2745 નવા કેસ સામે આવ્યા છે. અગાઉ મંગળવારે કોવિડ-19ના 2338 નવા કેસ નોંધાયા હતા.આવી સ્થિતિમાં, કોરોના ચેપના નવા કેસોમાં વધારો થયો છે, જેના કારણે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 18,386 થઈ ગઈ છે. સરકારી આંકડાઓ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થવાની સંભાવના 0.60 ટકા હતી. જ્યારે તેમની પાસેથી સાજા થવાની સંભાવના 98.74 ટકા હતી.