- 10 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
- બિહારમાં પુરને લઈને એલર્ટ જારી
દિલ્હીઃ- દેશભરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં કેટલાક રાજ્યો ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે તો કેટલાક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ છે ત્યારે હવામાન વિભાગે દેશના 10 જેટલા રાજ્યોમાં આજે અને કાલે એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે તો બિહારમાં પુરની સ્થિતિને લઈને એલર્ટ આપ્યું છે.
આરાજ્યોમાં ભારે વરસાદની સંભાવનાઓ
આગામી 24 કલાક માટે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં ભારેથી અભિભારે વરસાદની સંભાવના છે. આ સહીત હવામાન વિભાગે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, લક્ષદ્વીપના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે.
બિહારમાં પુરની સ્થિતિ સ્રાજય શકે છે
વરસાદના કારણે બિહાર રાજ્યમાં પૂરનું જોખમ વધી ગયું છે. છેલ્લા પાંચ દિવસથી સક્રિય ચોમાસાના કારણે કટિહાર, સુપૌલ, પટના, અરરિયા, સહરસા, ભાગલપુર અને મુઝફ્ફરપુરમાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.
આ સાથે જ રાજ્ડિયમાં ઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ 24 કલાક ગંગા, ગંડક, કોસીના જળ સ્તર પર નજર રાખીને બેસેલા છે તેમજ એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનોને ઘણા જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવ્યા છેવરસાદના કારણએ જો નદગીઓ પાસે કોઈ પણ હોય તો તાત્કાલિક તેને બચાવી લેવાય તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે, જો કે વહિવટ તંત્રએ નદીના તળે ન જવાની સલાહ આપી છે.