Site icon Revoi.in

હોળીની જ્વાળા-પવનની દિશા જોઈને વર્તારો, આંધી સાથે મેઘાનું આગમન થશે, ચામાસું સારૂ રહેશે

Social Share

અમદાવાદઃ ગુજરાતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ કેવું જશે તે હોળીની જ્વાળા અને પવનની રૂખ જોઈને વર્તારો કરવામાં આવતો હોય છે. ખેડુતો સારા ચોમાસાની 16 આની વરસની આશા રાખતા હોય છે. નક્ષત્ર, પવનની દિશા જોઈને ચોમસાનો વર્તારો કાઢવામાં આવે છે. હોળી અખાત્રીજનો પવન જોવામાં આવે છે. જોકે, હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા બાદ ઝાર જોવાની નહીં પરંતુ પવનની દિશા જોવાની હોય છે. પવનની દિશા પરથી આવનારું વર્ષ કેવું રહેશે, તેનો વર્તારો કાઢવામાં આવતો હોય છે. ત્યારે હવામાનના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે વરતારો કર્યો છે. કે, આ વર્ષે ચોમાસું સારું રહેશે. હોળીની જ્વાળા અને પવનની દિશા જોઈને વર્તારો કર્યો છે. કે, આંધી-વંટોળ સાથે મેઘરાજાનું આગમન થશે. અને એકંદરે ચામાસુ સારૂ નિવડશે.

ગુજરાતના ઘણાબધા ગાંમડાંમાં હોળી પ્રગટાવીને હોળીની જ્વાળા પરથી વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવવામાં આવતો હોય છે. હોલિકા દહનનો અગ્નિ શુભ અને અશુભ સંકેત આપે છે. હોલિકા દહનના અગ્નિથી ચોમાસું કેવું રહેશે વગેરેની ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે હોળિકાની જ્વાળાઓની દિશાને જોઈ આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે,  સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમનો રહ્યો હતો અને ઘુમાવ નૈઋત્યનો રહ્યો હોવાથી ખેડૂતો માટે વર્ષ સારું રહેશે. તેમજ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે, જે એપ્રિલથી લઇ જૂન સુધી જોવા મળશે. ધૂળ વંટોળના કારણે બાગાયતી પાક પર તેની અસર થતી હોય છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ગરમીની સાનુકૂળતાના કારણે ચક્રવાત સર્જાતા રહેશે. ઓગસ્ટથી લઇ ઓક્ટોબર સુધી વરસાદ રહેશે, વાયુનો પ્રકોપ વધુ રહેશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે,  હોળી ઉનાળાના મુખનો તહેવાર હોવાથી ઉનાળામાં ગરમી કેવી રહેશે અને વાયુચક્ર કેવું રહેશે, તેનો બોધ કરે છે. ત્યાર બાદ અખાત્રીજના પરોઢીયાનો પવન જોવામાં આવતો હોય છે. સામાન્ય રીતે ઠંડી હોળી તાપીને જાય તો સારુ કહેવાય છે. હોળીનો પવન ઉત્તર કે ઈશાન તરફનો હોય તો શિયાળો લંબાઈ શકે છે. પૂર્વનો પવન હોય તો વર્ષ ખંડવૃષ્ઠી વાળું આવે, ઈશાનના પવન વાય તો ઠંડી આવે. હોળીના દિવસે ખુણા અને ઓઠેય દિશાનો પવન જોવાનો ઉત્તરનો પવન શિયાળો લંબાઈ પરંતુ વરસાદ પુષ્કળ થવાના ચિન્હ બતાવે છે.