છોટાઉદેપુરના જંગલમાં કુદરતી રીતે ફૂટી નીકળેલા ઝરણાનાં પાણી
અમદાવાદઃ છોટાઉદેપુર જિલ્લાના ટુંડવા ગામના જંગલોમાં 15 જેટલી જગ્યાએ પુરાતન કાળથી જંગલ વિસ્તારમાં ઉંચાઈ વારી અલગ-અલગ જગ્યાએ ઝરણાં માંથી પાણી વહેતું હોય એવાં ઝરણાં ભર ઉનાળે પણ અવિરત વહ્યાં કરે છે. આવાં ઝરણાંને નેવાણા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ખેરાલાનું પાણી, આભનું પાણી, પથ્થરનું પાણી અને બેહડીનું પાણી જેવાં નામો આપવામાં આવેલા છે. અને આ ઝરણાંનાં પીણીને નેવાણા નામ પરથી ઓળખાય છે.
પ્રકૃત્તિ પૂજામાં માનનારા આદીવાસી સમાજમાં નેવાણાની માન્યતા મુજબ જંગલમાં એવી જગ્યાએ કે જ્યાં જમીની લેવલ કરતાં ઊંચી જગ્યાએ કે જ્યાં બારે માસ પાણીના ઝરણાં ઝરતાં હોય છે. ત્યાં શુંદ્ધ એને મીઠું કુદરતી પાણી વહેતું હોય છે. એવી જગ્યાએ અખાત્રીજના મહિના દરમિયાન એટલે કે વૈશાખ મહિનાનાં પ્રારંભમાં સંતો, મહંતો, બળવા, પુંજારા દ્વારા ઘાયનાં રૂપી કથા કરી પૂંજા વિધી કરી, ઝરણાં સતત વહેતાં રહે જેથી, પશુ પંખીઓ જંગલી જનાવરોને પીવાનું પાણી મળી રહે તેવી પ્રાર્થના કરવામાં આવતી હોય છે. તે ઉપરાંત નેવાણાનાં પાણીથી નાહવાની પરંપરા સદીઓથી જોયાડેલી છે. ત્યાં પરંપરા મુજબ ઘાયના રૂપી કથા કરી 15 જેટલાં સ્થળો પર પૂંજા વિધી અને કરવામાં આવી હતી.
ટુંડવા ગામમાં નેવાણાના પાણી ઉત્તર દક્ષિણ વિભાગ અને દક્ષિણ પક્ષિમના વિભાગમાં પડે છે. આ નેવાણાની ખાસિયત અખાત્રીજનાં મહીનામાં નાહવા જવાથી કોઈ પણ માણસને બીમારી થતી નથી, તેવી માન્યતા પણ જોડાયેલી છે અને આવા નેવાણાના સ્થળ એક બીજા સ્થળેથી 2 થી 2.5 કીલો મીટર દુર આવેલા છે. આવા બધા જ સ્થળ ની પૂંજા વિધી કરવા માં આવી હતી. આદિવાસી વિસ્તારમાં કુદરતી સૌંદર્યને પણ માન આપી પૂજા અર્ચના પૂજન કરી માન આપવામાં આવે છે. ટુંડવા હનુમાનજી મંદિર તરફથી ટુંડવા ગામનાં નેવાણામાં બડવા સાથે ડાક સાથે જંગલ, ઝાડ, પહાડ, નદી કે ગુફા વગેરે સૌંદર્યને માન આપી પૂંજા વિધી કરવામાં આવી હતી. ટુંડવા ગામનાં તેમજ આસપાસના ગામોમાં લોકો મોટી સંખ્યામાં આ વિધીમાં જોડાયા હતા.