- જુનાગઢનું તળેટી પરનું વોટર પેન્ટિંગ પશ્વિમ બંગાળમાં રજુ કરાશે
- એક્ઝિબેશન માટે આ પેઈન્ટિંગની પસંદગી કરાઈ
- ભરતભાઇ તલસાણીયા નામના આ આર્ટિસ્ટનુંછે પેઈન્ટિંગ
અમદાવાદ – જુનાગઢ રાજ્યનું ફરવાલાયક પ્રસિધ્ધ સ્થળ છે, ગીરનારની તળેટીએ અનેક લોકો દર્શન કરવા અને કુદરતી સાનિધ્યનો લ્હાવો લેવા આવતા હોય છે, જ્યા આપણાને એક ખૂબ જ સુંદર વોટર પેઈન્ડિંગ પણ જોવા મળે છે, જે ગોંડલના પેઇન્ટ આર્ટીસ્ટે બનાવ્યું છે, જેની વિશેષ વાત એ છે કે હવને આ પેઈન્ટિંગ પશ્નિમ બંગાળના એક એકઝિબિશનમાં રજુ થવા જઈ રહ્યું છે.
આ આર્ટિસ્ટે ગોંડલનુ નામ રોશન કર્યું છે, ભરતભાઇ તલસાણીયા નામના આ આર્ટિસ્ટનું જૂનાગઢ તળેટીનું વોટર પેઇન્ટીંગ પશ્વિમ બંગાળમાં યોજાનારા એકિઝબીશન માટે પસંદગી પામ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કલાકારે આ પહેલા પણ અનેક પુરસ્કાર પોતાની કલામાં મેછે, મેળવ્યા છે.આ સાથે જ કલાકાર ભરતભાઇનુ એક પેઇન્ટીંગ તો આપણા દેશના વડાપ્રધાન કાર્યાલયનાં ખાસ સ્થાન પામ્યું છે.
ઉલ્લેખનીય છે કે પશ્વિમ બંગાળ ખાતે આંતરરાષ્ટ્રીય વોટરકલર સોસાયટી દ્વારા એક ખાસ એક્ઝિબિશન વર્કશોપનું આયોજન કરવામા આવ્યું છે જે એક્ઝિબિશન 20 થી 22 માર્ચ 2021ના પશ્વિમ બંગાળના અલીપુરદ્વારખાતે પ્રદશિત કરાશે જેમાં વોટર કલર કલાકારોની કૃતિઓના સિલેક્શન આપણા રાજ્યના જૂનાગઢ તળેટીનું પેઈન્ટિંગ પસંદ કરવામાં આવ્યું છે. ગોંડલના ચિત્રકાર દ્વારા જૂનાગઢના રૂપાયતનથી તળેટી જતા માર્ગનું ચિત્રણ કરવામાં આવ્યું છે. જેની પસંદગી થવા પામી છે.
સાહિન-