Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા નહીં સર્જાય, ન્યારી ડેમમાં પાણી ઠલવાયું, આજી-1માં પણ ઠાલવવામાં આવશે

Social Share

રાજકોટ: ઉનાળો શરુ થતા જ પાણીની સમસ્યાઓ વધી જતી હોય છે.એમાં ખાસ રાજકોટવાસીઓને દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યાનો ભોગ બનવું પડે છે પરંતુ આ વર્ષે અગાઉથી જ કરાયેલી રજૂઆતને પગલે પાણી પૂરું પાડતા આજી અને ન્યારી બંને ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજકોટને પાણીની કોઇ તકલીફ પડવા નહીં દેવાય તેવી ખાતરી આપી હતી. જે પૂરેપુરી સરકારે પાળતા જળાશયોમાં આગામી ચોમાસા સુધીનું પાણી ઠલવાઇ ગયું છે.

ન્યારી-1 ડેમમાં જરૂરીયાત અને માંગણી મુજબનું પાણી સૌની યોજના હેઠળ ઠલવી દેવામાં આવતા રવિવાર બપોરથી પાણી બંધ કરાયું છે તો બીજી બાજુ આજી-1 ડેમમાં હજુ આ યોજનાના નર્મદા નીરની આવક ચાલુ છે અને તેમાં પણ માંગણી મુજબનો જથ્થો ઠલવાયા બાદ પાણી બંધ કરી દેવામાં આવશે.

ન્યારી-1 ડેમમાં 200 MCFT પાણી માંગવામાં આવ્યું હતું.તે સામે 204 MCFT પાણી આવી ગયું છે. 25 ફૂટના ડેમની સપાટી હાલ 20.13 ફુટ છે. જુલાઇ સુધી આ જથ્થો ન્યુ રાજકોટને નિયમિત પાણી આપશે.ન્યારીમાં ગત પખવાડીયે પાણી શરૂ થયું હતું. આજી-1 ડેમમાં એક મહિના પહેલા સૌનીનું પાણી સરકારે શરૂ કર્યુ હતું. 700ની માંગણી સામે 615 MCFT પાણી ઠલવાઇ જતા 29 ફુટના ડેમની સપાટી 24.77 ફુટ થઇ ગઇ છે.