પાલનપુરમાં કાલે સોમવારથી બે દિવસ ધરોઈ પાઈપલાઈન મરામતને લીધે પાણી પુરવઠો બંધ રહેશે
પાલનપુરઃ શહેરમાં કાલે સોમવારથી બે દિવસ પાણી પુવઠા વિતરણમાં વિક્ષેપ સર્જાશે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા 22 જુલાઈ અને 23 જુલાઈએ ધરોઈ પાઇપલાઇન અને પમ્પિંગ મશીનરીની મરામત કામગીરી હાથ ધરાશે જેને લઇ બે દિવસ પાણી કાપ માટે પાલનપુર નગરપાલિકાને જાણ કરવામાં આવી છે.
પાલનપુર પાણી પુરવઠા વિભાગે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને જાણ કરી છે કે ધરોઈ ડેમ આધારિત પાણી પુરવઠા યોજના અંતર્ગત પાલનપુર નગરપાલિકાને આગામી 22 અને 23 જુલાઈના રોજ ધરોઈ યોજનાની મુખ્ય પાઇપલાઇન અને પમ્પિંગ મશીનરીની મરામત કરવામાં આવશે. જેથી ધરોઈ યોજના આધારિત પાણી પુરવઠો બંધ રહેશે. જેને લઇ બે દિવસ વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવાયું છે.
પાલનપુર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાલનપુર શહેરમાં જુદા જુદા બોરથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કાર્યરત છે. તેમ છતાં સ્થાનિક રહીશોએ પાણીનો સ્ટોક કરીને રાખવો. બિનજરૂરી વપરાશ અટકાવવો.જેથી પાણીની તંગી ઉભી ન થાય. પાલનપુર શહેરને ધરોઈ આધારિત પાણી પૂરું પાડવામાં આવે છે. જેમાં આગામી બે દિવસમાં પાણી બંધ રાખવામાં આવશે તેની પાણી પુરવઠા દ્વારા પત્ર લખીને પાલનપુર નગરપાલિકાને જાણ કરવામાં આવી છે. પાઇપ લાઈન દ્વારા ધરોઈથી આવતું પાણી પાલનપુર શહેરને આપવામાં આવી રહ્યું છે. બે દિવસ પાણીની પાઇપ અને પંપ રીપેરીંગ કામગીરીને લઈને બે દિવસ સુધી પાલનપુર શહેરને ધરોઈ યોજનાનું પાણી નહીં મળે, બુધવારથી પાણી પુરવઠો રાબેતા મુજબ પુરો પાડવામાં આવશે. તેની પાલનપુરવાસીઓને નોંધ લેવા જણાવાયું છે.