નિર્જલા ઉપવાસથી શરીરને એવા ફાયદા થાય છે કે જાણીને તમે પણ ચોંકી જશો
ઉપવાસ કરવા સારી વસ્તુ છે, આપણા ધર્મમાં ઉપવાસ કરવું તેને એક પવિત્ર અને સારી રીતે જોવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે કે ઉપવાસ કરવાથી ભગવાન પ્રસન્ન રહે છે અને પહેલાના સમય તથા આજના સમયમાં પણ લોકો ભગવાન સાથેની આસ્થા અને શ્રધ્ધાના કારણે ઉપવાસ રાખતા હોય છે.
જો વાત કરવામાં આવે ઉપવાસથી શરીરને થતા ફાયદા વિશેની તો વાત એવી છે કે તન-મનની શુદ્ધિ અને વધતા વજનને ઓછુ કરવા માટે પણ ઉપવાસ કરાય છે.ઉપવાસના ઘણા પ્રકાર હોય છે જેમાંથી એક નિર્જળા ઉપવાસ છે જેને અંગ્રેજીમાં ડ્રાઈ ફાસ્ટિંગ કહીએ છે. આ ઉપવાસના દરમિયાન લોકો દિવસભર વગર અન્ન અને પાણી (ભોજન અને પાણી) ના રહે છે. તાજેતરના વર્ષોમાં નિર્જળા ઉપવાસનો ટ્રેંડ વધ્યો છે.
ડ્રાઈ ફાસ્ટિંગ (નિર્જળા ઉપવાસ) કરવાથી પહેલા તમાર શરીરને સંતુલિત જરૂર કરી લો. તેના માટે તમે એક અઠવાડિયા પહેલાથી ખૂબ પાણી પીવું. જેથી તમારા શરીરમાં પાણીની કમી ન થાય.
આ ઉપવાસને રાખવાથી પહેલા તમે ફ્રૂટ ફાસ્ટ, જ્યુસ ફાસ્ટ વગેરે સેવન કરી શકો છો. તેનાથી તમારી શારીરિક ક્ષમતાને જાણશો કે તમે કરી શકો છો કે નહીં કરી શકો. જ્યારે તમે પહેલીવાર નિર્જળા ઉપવાસ રાખો તો 12 કલાકથી વધારે ન રાખવું. શરીરમાં બીજી વસ્તુઓને બનવા અને તૈયાર થવામાં ઓછામાં ઓછા 24 થી 36 કલાક લાગે છે.