Site icon Revoi.in

દરરોજ નવા સુધારા સાથે આગળ વધી રહ્યાં છીએઃ ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ

Social Share

જયપુરઃ ટી-20 વિશ્વ કપ પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડના નિર્દેશન હેઠળ ભારતીય ટીમ નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામે ક્રિકેટ સિરીઝથી થશે. આવતીકાલથી ટી-20 સિરીઝનો પ્રારંભ થશે. પ્રથમ ટી-20 મેચ પહેલા રાહુલ દ્રવીડ અને કેપ્ટન રોહિત શર્માએ પોતાની રણનીતિ તૈયાર કરી છે.

રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, અત્યાર સુધી ખેલાડીઓ પાસે થોડી જ વાતચીત થઈ છે ટીમ ઈન્ડિયા વિશ્વ કપમાં વ્યસ્ત હોવાથી પરેશાન કરવા માંગતો ન હતો. જો કે, વિરાટ કોહલી અને રોહીત શર્મા સાથે વાત થઈ હતી. હાલ એક શરૂઆત છે. જ્યાં કેટલીક વસ્તુઓ સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે, અમારા માટે દરેક ફોર્મેટ મહત્વના છે. અમે દરરોજ નવા સુધારા સાથે આગળ વધી રહ્યાં છીએ. વર્કલોડ મેનેજમેન્ટ હવે ક્રિકેટનો ભાગ બની ગયો છે. ફુટબોલની જેમ ક્રિકેટમાં સીઝન શરૂ થઈ છે. ખેલાડીઓમાં માનસિક, શારીરિક રૂપથી ફીટ રહેવા ઉપર ફોક્સ રાખવું જરૂરી છે અને ખેલાડી દરેક ટૂર્નામેન્ટ માટે ફિટ રહે તે મહત્વનું છે. દરેક વખતે કોચિંગની પદ્ધતિ અલગ હોય છે. જે અંડર 19માં થઈ શકતુ હતું તે અહીં થાય તે જરૂરી નથી. પહેલા ખેલાડીઓને સમજવા જરૂરી છે ત્યારે જ ખેલાડીઓમાં સારી વસ્તુ બહાર નીકાળી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 3 ટી-20 બાદ ટેસ્ટ મેચ પણ રમાશે. આવતીકાલે પ્રથમ ટી-20 મેચ રમાશે. ટી-20માં ભારતીય ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે.

(Photo-BCCI)