પાકિસ્તાને તાલિબાનને આપેલા સમર્થનનો ખુલ્લેઆમ કર્યો સ્વીકારઃ કહ્યું, ‘અમે જ તાલિબાનના સંરક્ષક, તેમના માટે ઘણું બધુ કર્યું છે’
- તાલિબાનને આપેલા સમર્થનનો પાકિસ્તાને કર્યો સ્વિકાર
- ઓનકેમેરા કહી દીધુ ના કહેવાનું
- મંત્રી રાશિદ ખાને કહ્યું ,અમેજ તાલિબાનના સંરક્ષક છે
દિલ્હીઃ અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ વિશ્વભરમાં તાલિબાનીઓની નિંદા થઈ રહી છે, ત્યારે પાકિસ્તાનની ઇમરાન સરકારે વિતેલા દિવસને બુધવારે તાલિબાનને આપેલા સમર્થનનો જોહેરમાં સ્વિકાર કર્યો હતો, એ વાતથી તો સો કોઈ વાકેફ છે કે તાલિબાનીઓને પાકિસ્તાન સહયોગ આપતું આવ્યું છે.
વાત જાણે એમ છે કે પાકિસ્તાનની સરકારે ઓન કેમેરે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો, અને પોતાને તાલિબાન નેતાઓના “સંરક્ષક” ગણાવ્યા હત. આ સાથે જ કહ્યું કે, ઇસ્લામાબાદે પોતાના દેશમાં તાલિબાની આતંકવાદીઓને આશ્રય આપ્યો છે અને તાલિમ પ્રદાન કરી છે. એક ટીવી શોમાં પાકિસ્તાનના આતંરીક મંત્રી શેખ રાશિદ ખુલ્લેઆમ સ્વિકાર્યું છે કે, ઇમરાન ખાનના નેતૃત્વવાળી પાસિક્સાતની સરકાર દ્વારા તાલિબાન નેતાઓ માટે બધું જ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તાલિબાન 20 વર્ષ બાદ અફઘાનિસ્તાનમાં સત્તા પર પાછું આવ્યુ છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની મંત્રી રાશિદે ન્યૂઝ કાર્કક્રમના બ્રેફિંગ પોઈન્ટ વિથ મલિક બોલતા વયકતે કહ્યું કે, અને તાલિબાની નેતાઓ સંરક્ષક છીએ, અમેલાંબા સમય સુધી તેમની સંભઆળ કરી હતી,તેમને પાકિસ્તાનમાં આશ્રય, શિક્ષણ અને ઘર મળ્યું. અમે તેમના માટે ઘણું બધુ કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે મંત્રી રાશિદ ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ શાહમહૂદ કુરૈશી ને 28 અગસ્ટના રોજ કહ્યું હતું કે ઇસ્લામાબાદ અફઘાનિસ્તાનને સમર્થન આપવા રચનાત્મક ભૂમિકા નિભાવી રહ્યું છે.