વિઘાનસભા દીઠ પેજ સમિતીનું કાર્ય પુર્ણ કરીને દરેક બેઠક 50000થી વધુની લીડથી જીતી શકીએઃ સી.આર.પાટીલ
- ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ
- પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાઈ મહત્વની બેઠક
અમદાવાદઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના કાર્યકાળને આજે 2 વર્ષ પુર્ણ થયા છે આ પ્રસંગ્રે પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે અગત્યની પ્રદેશ બેઠક યોજવામાં આવી હતી. આજની આ બેઠકમાં ભાજપના પ્રદેશ હોદેદારઓ, મોરચાના પ્રદેશ હોદેદારઓ,વિવિધ સેલના અને પ્રદેશ વિભાગના પ્રદેશ સંયોજકઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ એ કોઇ પદ કે પ્રતિષ્ઠાની બાબત નથી પરંતુ આ પક્ષની જવાબદારીની એક વ્યવસ્થા છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજ કમિટીની વૈજ્ઞાનિક ફોર્મ્યુલા સૌને દર્શાવતા જણાવ્યું કે, વિઘાનસભા દીઠ પેજ સમિતીનું કાર્ય પરીપુર્ણ કરીને આપણે દરેક બેઠક 50 હજારથી વધુની લીડથી જીતી શકીએ.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, મારા 2 વર્ષના કાર્યકાળ દરમિયાન ગુજરાત ભાજપાએ વિઘાનસભાની પેટાચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં જે ભવ્યાતીભવ્ય વિજય મેળવ્યો છે તે ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમનુ પરિણામ છે. સંગઠનાત્મક પ્રક્રિયામાં વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના દુર્દેશીભર્યા નિર્ણયોને કારણે અમુક મહત્વના નિર્ણયો લઇને આગામી 25-30 વર્ષના ગુજરાત ભાજપના સંગઠનને ધ્યાને રાખીને રોડ મેપ નક્કી કરવામાં આવ્યો છે તે અંતર્ગત સંગઠનમાં એક વ્યક્તિને એક થી વધુ જવાબદારી નહી, એક પરિવારમાંથી એક થી વધુ વ્યક્તિને જવાબદારી નહી, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ત્રણ ટર્મથી વધુ ચૂંટણી જીતેલ અથવાતો 60 વર્ષની વય મર્યાદાને ધ્યાનમાં રાખીને ટિકીટોની વહેચણી કરવામાં આવી હતી. પેજ સમિતીના અભેદ શસ્ત્રના કારણે 8 વિઘાનસભામાં યોજાયેલ પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે સાથે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 90 ટકાથી વઘારે બેઠકો સાથે ગુજરાતમાં ભાજપાનો ભવ્ય વિજય થયો છે. આ બધુ જ કાર્યકર્તાઓના અથાગ પ્રયત્ન અને વડાપ્રઘાન નરેન્દ્ર મોદી પ્રત્યેની લોકલાગણી, જન ચાહનાનો પડધો છે. પેજ સમિતી અને બુથ સમિતીનો કાર્યકર્તા જન સંપર્ક કરીને પ્રજાની ગેર સમજ દુર કરીને પાર્ટીએ જાહેર કરેલ ઉમેદવારને બહુમતીથી જીતાડવાનો જે પ્રયત્ન કરે છે તે ખરેખર વંદનીય અને અભિનંદનીય છે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટેકનોલોજીને લગતી દુરંદેશી વિશે જણાવતા કહ્યુ કે, નરેન્દ્ર મોદી હરહંમેશ કહે છે કે આગામી ચૂંટણીઓ ટેકનોલોજી આધારીત લડાશે. ભાજપાનો કાર્યકર્તા ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ કરીને સરકારના વિવિધ પ્રજાકીય કામો તેમજ સરકારની વિવિઘ પ્રજા લક્ષી યોજના જન જન સુઘી પહોંચાડવાની હાંકલ કરી હતી અને જણાવ્યું કે, ભાજપાનો કાર્યકર્તા પોતાની તાકાતનો ઉપયોગ સામાજીક કામો માટે કરી રહ્યો છે તે ખૂબ સરહાનીય તેમજ વિશિષ્ટ બાબત છે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે દેશની વિવિધ રાજકીય પાર્ટીઓ અંગે કટાક્ષ કરતા જણાવ્યું કે, આપણી તમામ વિરોઘી પાર્ટીઓ એ માત્ર ને માત્ર એક પરિવારની કે એક પ્રદેશની પાર્ટી બનીને રહી ગઇ છે ત્યારે ભાજપા વડાપ્રઘાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી રાજકીય અને રાષ્ટ્રીય પાર્ટી બની ગઇ છે તેના કારણે દેશના લોકોની અપેક્ષા પણ ભાજપાથી ખૂબ વઘી ગઇ છે. આપણે દેશના વિકાસ – રક્ષણ – સુરક્ષા – લાંબા ગાળાના આયોજનો થકી દેશવાસીઓની સેવા કરવાનો સંકલ્પ કરીને દેશના લોકોના ભવિષ્ય માટે, બાળકો માટે, દેશ માટે સતત મજબૂતાઇ થી કાર્યશીલ રહીએ તેવી અપીલ સૌને કરી હતી.