ગોવામાં ભાજપની કાર્યકારીને સંબોધિત કરતા નીતિન ગડકરીએ ઘણી મહત્વની વાતો કહી, તેમણે પાર્ટીની સારી વાતો પણ કહી અને સલાહ પણ આપી.. તેમણે લાલકૃષ્ણ અડવાણીની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો
નીતિન ગડકરીએ કહ્યું કે ભાજપ અલગ વિચારધારા ધરાવતી પાર્ટી છે અને તેથી જ તે જનતાનો વિશ્વાસ જીતવામાં સતત સફળ થઈ રહી છે. આ સાથે તેમણે પોતાની પાર્ટીને ભૂતકાળમાં કોંગ્રેસે જે ભૂલ કરી છે તે ભૂલ ન થાય તે જોવા માટે પણ કહ્યું.તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસે ભૂતકાળમાં ઘણી ભૂલો કરી હતી જેના કારણે તેને સત્તામાંથી બહાર થવું પડ્યું હતું, જો આપણે પણ આ જ ભૂલ કરીએ તો કોંગ્રેસનો સત્તામાંથી જવાનો અને ભાજપના સત્તામાં આવવાનો કોઇ મતલબ ન રહે.
લાલકૃષ્ણ અડવાણીની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો
લગભગ 40 મિનિટના તેમના ભાષણમાં નીતિન ગડકરીએ પૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો જેમાં તેમણે ભાજપને અલગ વિચારધારા ધરાવતી પાર્ટી ગણાવી હતી. તેમણે કહ્યું, ‘અડવાણીજી કહેતા હતા કે આપણે અલગ વિચારોવાળા છીએ તો આપણે એ જોવું પડશે કે આપણે અન્ય રાજકીય પક્ષોથી કેટલા અલગ છીએ. આપણે જાણવું જોઈએ કે રાજકારણ દ્વારા સામાજિક અને આર્થિક સુધારા લાવી શકાય છે.
ગડકરીએ જાતિ પર શું કહ્યું?
તેમના ભાષણ દરમિયાન નીતિન ગડકરીએ જાતિ આધારિત રાજનીતિની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, ‘જો કરેગા જાતિ કી બાત, ઉસકો પડેગી લાત.’ તેમણે કહ્યું, ‘મેં વ્યક્તિગત રીતે જાતિ આધારિત વલણને નહીં અનુસરવાનું અને જાતિ આધારિત રાજકારણમાં સામેલ નહીં થવાનું નક્કી કર્યું છે.’ ગડકરીએ કહ્યું કે વ્યક્તિની ઓળખ તેના મૂલ્યોથી થાય છે જાતિથી નહીં.