Site icon Revoi.in

તાલીબાન સાશનને પગલે 20 વર્ષમાં જે પણ કર્યું તે સમાપ્ત થઈ ગયું: અફઘાનિસ્તાનના શીખ સાંસદ

Social Share

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં ઘેરાયેલા સંકટ વચ્ચે અહીં ફસાયેલા ભારતીયોને બહાર નીકાળવાની કવાયત ચાલી રહી છે. રવિવારે જ 168 લોકો ભારત પરત ભર્યાં હતા. જેમાં અફઘાનિસ્તાનના શિખ સાંસદ નરેન્દ્રસિંહ ખાલસાનો પણ સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનમાં તેમને તથા તેમના સમાજના લોકોનું રેસક્યુ કરવા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત સરકાર અને વાયુ સેનાનો આભાર માન્યો હતો. એક વિમાન 168 ભારતીયો સાથે ગાઝિયાબાદના હિંડન એરબેસ પહોંચ્યું હતું. નરેન્દ્રસિંહ અફઘાનિસ્તાનની હાલત વિશે વાત કરતા ભાવુક થઈ ગયા હતા અને આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમજ હવે બધુ ખતમ થઈ ગયું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને રડવાનું મન થઈ રહ્યું છે. છેલ્લા 20 વર્ષમાં જે પણ કર્યું તે સમાપ્ત થઈ ગયું છે. હવે તે શૂન્ય છે. નરેન્દ્રસિંહ જે 168 લોકો ભારત પરત ફર્યાં છે તેમાં સામેલ હતા. આમા 23 અફઘાની શિખ અને હિન્દુઓનો પણ સમાવેશ થાય છે. યુદ્ધગ્રસ્ત દેશમાં ઓછામાં ઓછા 200 જેટલા હિન્દુ ફસાયેલા છે. સ્થિતિ ચિંતાજનક છે, જોકે, ધાર્મિક સ્થળો હજુ સુરક્ષિત છે. તાલિબાન સાંસદો, સેનેટરો અને લોકોના ઘરમાં તલાશી લઈ રહ્યાં છે. તેમજ વાહનો સહિતની વસ્તુઓ જપ્ત કરીને પરેશાન કરી રહ્યાં છે.

વાયુસેના દ્વારા રેસક્યુ કરાયેલા 168 ભારતીયોઓના ચહેરા ઉપર ખુશી છવાઈ છે અને ભારત સરકાર અને વાયુસેનાનો આભાર માન્યો હતો. રેસક્યુ કરાયેલાઓમાં કેટલાક નાના બાળકો પણ હતા. એરપોર્ટ ઉપર તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.