Site icon Revoi.in

અમારી ભૂલને કારણે એક બેઠક ગુમાવી છે, હવે ભુલ સુધારીને કામ કરીશુઃ સી આર પાટીલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો 5 લાખથી વધુ લીડથી જીતવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો.  ગુજરાતમાં ક્લીન સ્વીપ કરવા મથી રહેલા ભાજપનું સપનુ રગદોળાયું છે. 25 બેઠકો જીતવાનો આનંદ એટલો નથી, જેટલી એક બેઠક ગુમાવવાનો રંજ દેખાઈ રહ્યો છે. પરિણામ બાદ સીઆર પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ બેઠકો જીતવાનો વિશ્વાસ હતો, પણ કમનસીબે આ વખતે અમારી મહેનત ઓછી પડી. જાણે અજાણ્યે અમારી ભૂલને કારણે એક સીટ ગુમાવી છે. અમારી ભૂલને સુધારી કામ કરીશું.

લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સીઆર પાટીલ પ્રતિક્રિયા આપતા વધુમાં જણાવ્યું હતું કે, લોકસભાના ચૂંટણી પ્રક્રિયા ખુબ જ શાંતિ પૂર્ણરૂપે પૂર્ણ થઈ છે. ખુબ જટિલ પ્રક્રિયામાં એક પણ અનિચ્છનીય ઘટના વિના મતદાન અને પરિણામ આવ્યું છે. ગુજરાતમાં આ પહેલા 16 અને 17 મી લોકસભામાં ભાજપે 26 માંથી 26 બેઠકો જીતી હતી. પણ કમનસીબે આ વખતે અમારી મહેનત ઓછી પડી. જાણે અજાણ્યે અમારી ભૂલને કારણે એક સીટ ગુમાવી છે. અમારી ભૂલને સુધારી કામ કરીશું.

તેમણે કહ્યું હતું કે,  ભાજપ પુરી તાકાત સાથે પ્રધાનમંત્રી અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉમેદવારની પસંદગી પ્રકિયા કરી હતી. કાર્યકર્તાઓની મહેનતના કારણે અમે 24 સીટ ઉપર જવલંત જીત મેળવી છે. એક સીટ ગુમાવ્યાનું અમને દુઃખ પણ છે અને બે સીટ 7 લાખ ઉપરની લીડથી જીત્યા છીએ આ જીત ગુજરાતની જનતાનો વિશ્વાસ છે એનું પ્રતિબિંબ પાડે છે.  અમને હતુ કે 14-15 સીટો પર 5 લાખની લીડથી જીતીશું, પરંતુ ક્યાક કચાસ રહી હશે. આ વખતે પણ જીતવાનો પ્રયાસ અમે પૂરેપૂરો કર્યો. પણ એક સીટ કોઈ ભૂલના કારણે નથી આવી. આ પરિણામને વધાવીને પ્રજાનો આભાર માની અમે ફરીથી જ્યાં પણ કચાશ હશે તેને દૂર કરી ગુજરાતની જે વિકાસની ગતિ અમે પકડી છે. તેનાથી વધુ ગતિ પકડીશું. અમારી ભૂલો અને ક્ષતિઓ શોધી અમે પ્રયત્ન કરીશું.