નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ સૈન્ય કાર્યવાહી કરી છે. તેમજ આજે આઠમાં દિવસે પણ બંને દેશ વચ્ચે યુદ્ધ યથાવત રહ્યું હતું. તેમજ રશિયાએ કીવ અને ખારકીવ ઉપર જોરદાર હુમલો કર્યો હતો. દરમિયાન ગઈકાલે રશિયાએ કહ્યું હતું કે, જો ત્રીજી વિશ્વ યુદ્ધ થશે તો તે પરમાણુ યુદ્ધ હશે. દરમિયાન આજે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવએ કહ્યું હતું કે, અમે નહીં પરંતુ પશ્ચિમી દેશોએ પરમામુ યુદ્ધની વાત કરી છે. રશિયાના દિમાગમાં એવી કોઈ વાત ચાલી નથી રહી.
રશિયાએ અખો મોસ્કિવી રેડિયો સ્ટેશનથી યુક્રેન ઉપર રશિયાના હુમલાના કવરેજ બાદ તેને ઓફએર કરી દેવામાં આવ્યો છે. રેડિયો સ્ટેશનના સંપાદક અને રશિયાના પ્રમુખ પત્રકારો પૈકીના એક એલેક્સી વેનેડિક્ટોવએ ટેલીગ્રાફ ઉપર લખ્યું હતું કે, અધિકારીઓએ પહેલા સંકેત આપ્યો હતો કે આવો નિર્ણય લઈ શકે છે. મોસ્કીવીના નિદેશક મંડળના બહુમતથી આ રેડિયો ચેનલ અને વેબસીટને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
યુક્રેન ઉપર રશિયા દ્વારા સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. આજે સૈન્ય કાર્યવાહીનો આઠમો દિવસ હતો. યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ ઉપર રશિયાએ જોરદાર હુમલા કર્યાં હતા. આ ઉપરાંત રહેણાક વિસ્તારમાં પણ હુમલા કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ અમેરિકા સહિતના દેશોએ રશિયાની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરીને કેટલાક પ્રતિબંધ ફરમાવ્યાં છે. બીજી તરફ યુક્રેન દ્વારા યુદ્ધ અટકાવવા માટે અગાઉ રશિયાને અપીલ પણ કરવામાં આવી હતી.