Site icon Revoi.in

યુદ્ધના સમાધાન માટે જે કંઈ પણ કરી શકાતુ હશે તે કરીશુંઃ PM મોદીની જેલેંસ્કીને ખાતરી

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 શિખર સંમેલનને લઈને હાલ જાપાનના હિરોશિમાના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કી વચ્ચે દ્રીપક્ષીય સંવાદ થયો હતો. આ દરમિયાન પીએમ મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ પર જેલેન્સકીને કહ્યું કે, આ અમારા માટે માનવીય મૂલ્યોનો મુદ્દો છે. તેના સમાધાન માટે ભારત અને અણારી રીતે અંગત રીતે જે કોઈ થતું હશે તે અવશ્ય કરીશું. બંને નેતાઓ વચ્ચે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ પછી આ પ્રથમ મુલાકાત હતી.

એક રિપોર્ટ અનુસાર, પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી વચ્ચેની મુલાકાત બંને દેશના સિનિયર રાજકીય નેતાઓ વચ્ચેની બેઠક બાદ થઈ હતી. યુક્રેનના પ્રથમ ઉપવિદેશ મંત્રી એમિન ઝાપરોવાએ ગયા મહિને ભારતની મુલાકાત લીધી હતી.

જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી જાપાન પહોંચ્યાં ત્યારથી યુક્રેનના પ્રમુખ ઝેલેંસકી અને પીએમ મોદીની મુલાકાત ઉપર દુનિયાભરની નજર મંડાયેલી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે, યુક્રેન યુદ્ધ દુનિયાનો એક મોટો મુદ્દો છે અમે તેને માત્ર અર્થવ્યવસ્થા અ રાજનીતિનો મુદ્દો માનતા માનતા નથી, અમારી માટે આ માનવતાનો મુદ્દો છે.

જી-7 શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેલા પીએમ મોદીને મળવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જોબિડેન પહોંચ્યાં હતા. ત્યારે બિડેન અને પીએમ મોદી એકબીજાને ગળે લાગ્યા બાદ વાતચીત કરી હતી. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.