Site icon Revoi.in

ગુજરાતમાં ડ્રગ્સના દુષણને ક્યારે ય ઘુંસવા નહીં દઈએ, ડ્રગ્સ માફિયા સામે પોલીસ કટિબદ્ધ : હર્ષ સંઘવી

Social Share

સુરતઃ  ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. અને છેલ્લા મહિનાઓથી ગુજરાત ડ્રગ્સ ઘૂસાડવાનું પ્રવેશ દ્વારા બન્યુ હોય તેમ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ છે. ત્યારે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડ્રગ્સને ઘૂંસતો અટકાવવા પોલીસ કટિબદ્ધ છે.સાથે જ દાવો કર્યો હતો કે. સરકારે રાજ્યના યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા પ્રયત્નો કર્યા છે. જેના કારણે જ અન્ય દેશો અને રાજ્યોની સરખામણીએ ગુજરાતના યુવાનો ડ્રગ્સના નશાથી દૂર છે.

સુરતમાં રાવણ દહનના કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ડ્રગ્સ મામલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમજ અસત્ય પર સત્યના વિજયના પર્વમાં તે દર વર્ષે હાજર રહેતા હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના  અલગ અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ પકડવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. તાજેતરમાં જ જામનગરમાંથી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો .NCBની ટીમ અને નેવી ઈન્ટેલિજન્સની ટીમ દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં જામનગરના પોશ વિસ્તારમાંથી 6 કરોડની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતુ. અને ડ્રગ્સ કેસમાં વધુ ત્રણ લોકોની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ્સ કેસની સુરક્ષા એજન્સી દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતની દરિયાઈ પટ્ટી પર ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત પોલીસ  દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક કર્યા બાદ વધુ એક મોટી કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. ગુજરાત પોલીસ દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં દરિયાઈ પટ્ટી અને ડ્રગ્સના લેન્ડિંગ પોઇન્ટ નજીક રહેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને પોરબંદરની દરિયાઈ પટ્ટી  પર આ કાર્યવાહી કરવા આદેશ અપાયો છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં દરિયાઈ પટ્ટી નજીક આવેલા વિવાદિત અને ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.