આરોપીઓને ફાંસીની સજા નહીં મળે ત્યાં સુધી અમને શાંતિ નહીં મળેઃ કન્હૈયાલાલનો પરિવાર
જયપુરઃ ઉદેયપુરમાં કન્હૈયાલાલ નામના શ્રમજીવીની ઘાતકી હત્યાના કેસમાં સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે. બીજી તરફ આરોપીઓને મોતની સજાની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન મૃતક કન્હૈયાલાલના દીકરાએ કહ્યું હતું કે, આરોપીઓને જ્યાં સુધી ફાંસીની સજા નહીં મળે ત્યાં સુધી અમને શાંતિ નહીં મળે.
સુત્રોના જણાવ્યા અનુસાર કન્હૈયાલાલની હત્યા બાદ અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. દરમિયાન તેમની પત્નીએ કહ્યું હતું કે, આરોપીઓને મોતની સજા થવી જોઈએ, નહીં તો તેઓ અન્ય નિર્દોશની હત્યા કરશે. સમગ્ર ઘટનાને પગલે કન્હૈયાલાલનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. દરમિયાન તેમના દીકરાએ કહ્યું હતું કે, અમારે સરકાર પાસે આરોપીઓને મોતની સજા આપવાની માંગણી કરી રહ્યાં છીએ. આરોપીઓને ફાંસી સિવાય અન્ય કોઈ સજા ના હોઈ શકે. જ્યાં સુધી તેમને સજા નહીં મળે ત્યાં સુધી અમને શાંતિ નહીં મળે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર કેસમાં સુરક્ષા એજન્સીઓએ મુખ્ય બે આરોપીઓ ઉપરાંત વધુ 3 આરોપીઓની ચિતોડગઢમાંથી ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓની તપાસમાં નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાનનું કનેકશન સામે આવ્યું છે.
(Photo-File)