Site icon Revoi.in

NATO અને અમેરિકાનો યુક્રેનને સીધો જવાબ આપ્યો, રશિયા સામે લડવા સૈન્ય મોકલીને મદદ નહીં કરવામાં આવે

Social Share

દિલ્હી: રશિયા ગમે તે ક્ષણે યુક્રેન પર આક્રમણ કરી શકે છે અને રશિયાએ આર્થિક પ્રતિબંધોની સાથે સૈન્ય કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે તેવી અમેરિકા અને નાટો ચેતવણી આપી રહ્યા અને રશિયાએ યુક્રેન પર હુમલો કરી પણ દીધો. હાલ હવે યુક્રેનને અન્ય દેશોના સૈન્ય મદદની જરૂર છે ત્યારે NATO અને અમેરિકા દ્વારા પોતાનું સૈન્ય મોકલવાની ના પાડી દેવામાં આવી છે.

યુક્રેને ગુરુવારે સૈન્ય મદદ માટે અમેરિકા અને નાટોને હાકલ કરી હતી ત્યારે રશિયન હુમલાના આઠ કલાક પછી નાટો સક્રિય થયું હતું અને તેમણે તાત્કાલિક બેઠક બોલાવી રશિયાની આકરી ટીકા કરી હતી. જોકે, નાટો અને અમેરિકાએ યુક્રેનને સીધી સૈન્ય સહાય કરવાનો અને યુક્રેનમાં રશિયા સામે લડવા તેમના સૈનિકો મોકલવાનો ઈનકાર કરી દીધો છે.

રશિયા યુક્રેનની સરહદે નાટો દેશો પર હુમલા કરશે તો તેણે આકરી સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે તેમ નાટોએ કહ્યું હતું. નાટોએ કહ્યું કે રશિયાએ આંતરરાષ્ટ્રીય નિયમોનું સન્માન કરવું જોઈએ. રશિયાની નિયત દુનિયા જોઈ રહી છે. તે યુક્રેન પર પોતાની તાકતનો ઉપયોગ કરી રહ્યું છે.

યુક્રેન પર રશિયાના આક્રમણ પછી નાટોએ તાત્કાલિક એક અસાધારણ બેઠક બોલાવી હતી. ત્યાર પછી બેલ્જિયમ સ્થિત નાટોના મુખ્યાલય બ્રસેલ્સમાં સ્ટોલ્ટેનબર્ગે કહ્યું કે, અમારી પાસે અમારા હવાઈ ક્ષેત્રનું રક્ષણ કરનારા 100થી વધુ ફાઈટર પ્લેન અને ઉત્તરથી ભૂમધ્ય સાગર સુધી સમુદ્રમાં 120થી વધુ જંગી જહાજો છે. અમે અમારા સહયોગીઓને હુમલાથી બચાવવા માટે જે પણ જરૂરી હશે તે કરીશું.