દિલ્હીઃ અમેરિકી ઉદ્યોગોને નુકસાન થાય એવી કોઇ પ્રોડક્ટના નિર્માણમાં અમે ચીનને સહકાર નહીં આપીએ. તેમ અમેરિકી વાણિજ્ય પ્રધાન વિલ્બર રૉઝે જણાવ્યું હતું. દરમિયાન અમેરિકાએ ચીની કેટલીક મોટી કંપનીઓ સાથેના વ્યાપારને અટકાવીને એને બ્લેકલિસ્ટ કરી દીધી હતી.
આવી કંપનીઓમાં ટોચની ચીપ મેકર સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ કોર્પોરેશન અને ડ્રોન બનાવતી કંપની એચઝેડ ડીજેઆઇ ટેક્નોલોજી લિમિટેડનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વિદાય પહેલા ચીનના વેપારને જોરદાર ફટકો મારી દીધો હતો અમેરિકાએ સંકેત આપ્યો હતો કે, આ કંપનીઓ ચીની લશ્કર સાથેના સહયોગને પગલે જાસૂસીમાં પણ સંડોવાયેલી હતી.
ચીનની વિસ્તારવાદી નિતિનો દુનિયાના મોટાભાગના દેશો વિરોધ કરી રહ્યાં છે. એટલું જ નહીં દુનિયામાં કોરોના માટે ચીનને જ ડોનાલ્ડ ટ્રમ્પ જવાબદાર માની રહ્યાં છે. તેમજ ડબલ્યુ.એચ.ઓની કોરોનાની કામગીરીને લઈને પણ ચીને નારાજગી વ્યક્ત કરી હતી.