Site icon Revoi.in

હવામાનની સચોટ આગાહી માટે ટૂંક સમયમાં સુપર કોમ્પ્યુટર આપણા પાસે હશે- કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આપી માહિતી

Social Share

 

દિલ્હીઃ ભારત દેશ અનેક ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે, હવામાન મામલે જાણકારી માં પણ ભારતને સચોટ માહિતી મળે તે માટેના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.વૈજ્ઞાનિકો અને સંશોધકોએ આપણા દેશને હવામાન અને આબોહવા સંશોધનમાં અગ્રેસર બનાવ્યો છે.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ શનિવારે પૂણેમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજમાં વૈજ્ઞાનિકોને સંબોધિત કરતી વખતે કહ્યું કે ખૂબ જ ટૂંક સમયમાં અમારી પાસે વધુ શક્તિશાળી સુપર કોમ્પ્યુટર હશે જે અમને આગાહી કરવાની ક્ષમતા અને હવામાન પરિસ્થિતિઓના વિવિધ પાસાઓના અભ્યાસના સંદર્ભમાં વધુ ઊંડાણમાં જવા માટે મદદ કરશે.

આ બાબતે વધુમાં મંત્રી રિજિજુએ કહ્યું કે આ દિવસોમાં આબોહવાની વર્તણૂક ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. આપણા વૈજ્ઞાનિકોએ બદલાતી પેટર્ન સાથે તાલ મિલાવીને ચાલવાનું છે. ભારત હિમાલયના પ્રદેશમાંથી દ્વીપકલ્પના પ્રદેશ અને બાકીના વિશ્વને હવામાનની માહિતી પ્રદાન કરી રહ્યું છે.

આ પ્રસંગે આઈઆઈટીએમ અને તેજપુર યુનિવર્સિટી અને ARIES, નૈનિતાલ વચ્ચે એક એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેનો હેતુ પર્યાવરણીય પડકારોના ઉકેલો વિકસાવવા માટે કુશળતા, સંસાધનો અને સંશોધન ક્ષમતાઓને એકત્રિત કરવાનો છે.