- રાજકોટમાં પણ બનશે હથિયાર
- આ વર્ષના અંત સુધીમાં તેયાર થશે ફેક્ટરી
- રાજકોટ આર્મ્સ ફેક્ટરીમાં બનશે હથિયાર
રાજકોટ: દેશમાં હથિયારોનું ઉત્પાદન થાય, હથિયારોને વિદેશથી આયાત ન કરવા પડે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં હથિયારોનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે હવે ગુજરાતના રાજકોટમાં પણ હથિયાર બનાવવાની સરકારની તૈયારી જોવા મળી રહી છે.
રાસ્પિયનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, તેમની કંપનીને કેન્દ્રીય સંરક્ષણ અને ગૃહ મંત્રાલય તરફથી રાજકોટ જિલ્લા માટે શસ્ત્રોના એસેમ્બલી અને ઉત્પાદન માટેનું લાયસન્સ મળ્યું છે. પ્રીતિ પટેલ મૂળ રાજકોટના વતની છે, પરંતુ મુંબઈમાં રહે છે. તેમનો રાજકોટ તેમજ મુંબઈમાં બિઝનેસ છે. તેમની કંપની પાસે રિવોલ્વર, પિસ્તોલ, એસોલ્ટ રાઈફલ્સ અને એન્ટી એરક્રાફ્ટ ગન બનાવવાનું લાયસન્સ છે. તેઓ નાગરિક લાયસન્સ ધારકો, પોલીસ, CRPF, SRPF, સેના અને અન્ય જેવી કાયદા અમલીકરણ એજન્સીઓને વ્યવસાયિક રીતે આ શસ્ત્રોનું વેચાણ કરી શકે છે.
જાણકારી અનુસાર રાજકોટ એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ હબ આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં હથિયારોની ફેક્ટરીનું હબ બની જશે. રાજકોટ શહેર સ્થિત રાસ્પિયન એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડે રિવોલ્વર, પિસ્તોલ, એસોલ્ટ રાઈફલ્સ અને એન્ટી એરક્રાફ્ટ ગન જેવા હથિયારોના એસેમ્બલી અને ઉત્પાદન શરૂ કરવા માટે રાજકોટથી લગભગ 25 કિમી દૂર કુવાડવા રોડ પર સાતડા ગામમાં જમીન ખરીદી છે.
અમને રાજકોટમાં શસ્ત્રો બનાવવાનું લાયસન્સ મળ્યાને એક વર્ષથી પણ ઓછો સમય થયો છે. અમે શસ્ત્રોનું એસેમ્બલી અને ઉત્પાદન શરૂ કરવાના અદ્યતન તબક્કામાં છીએ અને અમે શક્ય તેટલું જલ્દી વ્યાપારી ઉત્પાદન શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છીએ.