Site icon Revoi.in

મહા શિવરાત્રીની પૂજામાં આ પ્રકારના વસ્ત્રો કરો ઘારણ , ઘાર્મિક માન્યતાઓ પ્રમાણે ગણાય છે શુભ

Social Share

મહા શિવરાત્રીનો પ્રવ નજીક આવી રહ્યો છે ત્યારે દરેક શિવભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા તો ઈચ્છતા જ હોય છે.જો કે હિંદુ ધર્મમાં દરેક તહેવારનું પોતાનું મહત્વ હોય છે, પરંતુ જ્યારે મહાશિવરાત્રીની વાત આવે છે ત્યારે લોકોની મહાકાલ પ્રત્યેની આસ્થા એક અલગ જ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે માતા પાર્વતી અને ભોલેનાથના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા. આવી સ્થિતિમાં મહાકાલને પ્રસન્ન કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જો તમે પણ ભગવાન શિવની ઉજવણી કરવા માંગો છો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો.

કેવા કપડા ન પહેરવા જોઈએ

મહાશિવરાત્રિના દિવસે જો તમે તમારા ઘરે કોઈ પૂજા રાખી હોય અથવા તમે પૂજામાં ભાગ લેવા ક્યાંક જઈ રહ્યા હોવ તો ભૂલથી પણ કાળા કપડા ન પહેરો. ભગવાન શિવને કાળો રંગ પસંદ નથી. આવી સ્થિતિમાં જો તમે કાળા કપડા પહેરીને પૂજા કરવા જાઓ તો ભોલેનાથ નારાઝ થાય છે.

આ રંગના કપડા ધારણ કરો

ભોલેનાથની પૂજા કરતી વખતે તમે લીલા રંગના વસ્ત્રો પહેરી શકો છો. શિવજીને લીલો રંગ પસંદ છે. જો તમારી પાસે લીલા કપડાં ન હોય તો તમે લાલ, સફેદ, પીળા, કેસરી રંગના કપડાં પણ પહેરી શકો છો. આ પણ પૂજા માટે ખૂબ જ સારા રંગો છે.

આ સાથે જ શરીરની સાફ સફાઈ મનની પવિત્રાતા ખૂબ જરુરી છે.પૂજા માટે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. જો તમે પૂજા દરમિયાન સુતરાઉ વસ્ત્રો પહેરશો તો તે ખૂબ જ સારું રહેશે.

આ સહીત ભગવાન શિવની પૂજા કરતી વખતે ચામડાની બનેલી વસ્તુ ન પહેરવી. પેન્ટને બદલે ધોતી કે પાયજામા પહેરી શકો છો.