નવરાત્રીમા નવ દિવસ પહેરો માં દુર્ગાના આ પ્રિય રંગ,પ્રસન્ન થઈને આપશે આશીર્વાદ
આવતીકાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સમય દરમિયાન ભક્તો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે સંપૂર્ણ વિધિઓ સાથે પૂજા કરે છે. આ સમય દરમિયાન માતાની પ્રિય વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે. અને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર નવરાત્રી દરમિયાન રંગોનું પણ વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે આ નવ દિવસોમાં નવ રંગ દેવી માતાને સમર્પિત કરવામાં આવે છે. આ રંગો ધારણ કરીને દેવી માતાની પૂજા કરવી જોઈએ. તો ચાલો તમને જણાવીએ કે કયા દિવસે કયો રંગ પહેરવો શુભ છે.
પહેલો દિવસ
ઘટસ્થાપન પ્રથમ દિવસે જ થાય છે અને આ દિવસે દેવી શૈલપુત્રીની સંપૂર્ણ વિધિ સાથે પૂજા કરવામાં આવે છે. દેવીનો પ્રિય રંગ નારંગી માનવામાં આવે છે. આ રંગ ઉત્સાહ અને આનંદનું પ્રતીક છે.
બીજો દિવસ
નવરાત્રિનો બીજો દિવસ મા બ્રહ્મચારિણીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે સફેદ વસ્ત્રો પહેરીને પૂજા કરવાથી દેવી બ્રહ્મચારિણી તેમજ ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થશે. આ રંગ પવિત્રતા અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.તેને પહેરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે.
ત્રીજો દિવસ
ત્રીજો દિવસ મા ચંદ્રઘંટાનો ગણાય છે. આ દિવસે લાલ રંગ પહેરવો ખૂબ જ શુભ હોય છે. લાલ રંગ દેવી દુર્ગાને પણ ખૂબ પ્રિય છે. આ રંગ શક્તિ અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.
ચોથો દિવસ
ચોથો દિવસ મા કુષ્માંડાનો છે. આ દિવસે વાદળી રંગ ધારણ કરવો શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ રંગ અનુપમ સુખની અનુભૂતિ આપે છે.તેને પહેરવાથી વ્યક્તિની સમૃદ્ધિ વધે છે.
પાંચમો દિવસ
પાંચમો દિવસ માતા સ્કંદમાતાનો માનવામાં આવે છે. આ દિવસે પીળો રંગ ધારણ કરીને દેવી માતાની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રંગને ધારણ કરીને દેવી માતાની પૂજા કરવાથી વ્યક્તિને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
છઠ્ઠો દિવસ
આ દિવસે માતા કાત્યાનીની પૂજા કરવામાં આવે છે. છઠા દિવસે લીલો રંગ ધારણ કરીને પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તેને ધારણ કરવાથી વ્યક્તિની પ્રગતિનો માર્ગ ખુલે છે. તે પ્રકૃતિ, સમૃદ્ધિ અને વિકાસનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગ પહેરવાથી વૈવાહિક જીવનમાં સંતાન પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે.
સાતમો દિવસ
આ દિવસે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. દેવી માતાની પૂજામાં રાખોડી રંગનો ઉપયોગ કરવો શુભ છે. આ રંગ પહેરીને પૂજા કરવાથી બુરાઈઓનો નાશ થાય છે.
નવમો દિવસ
આ દિવસે સિદ્ધિદાત્રી દેવીની પૂજા કરવામાં આવે છે. દેવી માતાની પૂજા માટે મોરપીંછ લીલા રંગનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. આ રંગ વિશિષ્ટતા અને વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે.