Site icon Revoi.in

માસ્ક પહેરવાથી લિપસ્ટિક બગડશે નહીં, આ રહી તે માટેની ટ્રીક

Social Share

મહિલાઓને સૌથી વધારે પસંદ હોય છે તેમની સુંદરતા, તે પોતાની સુંદરતા સાથે કોઈ બાંધછોડ કરતા નથી, ત્યારે કોરોનાના સમયમાં જો મહિલાઓને સૌથી વધારે તકલીફ પડતી હોય તો તે છે લિપસ્ટિક લગાવ્યા પછી માસ્ક પહેરવામાં. અવાર નવાર મહિલાઓ દ્વારા આ બાબતે કહેવામાં આવ્યું છે કે,માસ્ક લગાવ્યા પછી લિપસ્ટિક બગડી જાય છે અને તેના કારણે સુંદરતા બગડી જાય છે. જો કે હવે ચિંતા કરવાની જરૂર નથી.

ઘણી મહિલાઓ ઘણીવાર લિપ લાઇનરના મહત્વની અવગણના કરે છે. પરંતુ લિપ લાઈનર હોઠ પરની તિરાડને ભરે છે અને હોઠને સંપૂર્ણ દેખાવ આપે છે અને લિપસ્ટિક સેટ કરે છે. લિપ લાઇનર લિપ બોર્ડરની તિરાડોને ભરવાનું કામ કરે છે અને લિપસ્ટિક બોર્ડરની બહાર ફેલાવાની શક્યતા ઘટી જાય છે.

જો કોઈની પાસે ક્રીમી લિપસ્ટિક હોય, તો તેને ઘરેલુ ઉપાયથી ડ્રાય કરી શકો છો. જેથી તે ફેલાતા અટકશે. લિપસ્ટિક લગાવ્યા પછી કોઇ લૂઝ પાવડર તેના પર લગાવવો. જો કે પાવડર ખૂબ જ ઓછી માત્રામાં લગાવવો જેથી તે લિપસ્ટિકના પિગમેન્ટેશન પર અસર ન કરે. પાવડર છાંટ્યા પછી 5-7 મિનિટ પછી જ માસ્ક પહેરવુ જેથી લિપસ્ટિકની ડ્રાયનેસ રહી શકે.

બજારમાં ઘણા લિપ પ્રાઈમર પણ ઉપલબ્ધ છે અને તેના પર ફાઉન્ડેશન પણ વાપરી શકાય છે. પ્રાઈમર તરીકે નોર્મલ એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો અને પછી તેના પર સ્કિન ફાઉન્ડેશન લગાવી શકો છો. લિપ બેઝ તૈયાર કરવાની આ એક સરળ રીત છે.