Site icon Revoi.in

દિલ્હીમાં રાતથી વિકએન્ડ કરફ્યુનો અમલ, આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને ઈ-પાસ અપાશે

Social Share

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાને પગલે આજ રાતથી વિકએન્ડ કરફ્યુનો અમલ થશે. વીકએન્ડ કરફ્યુમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. આ ઉપરાંત જરુરી કામને જોડાયેલા લોકોને છુટ પણ આપવામાં આવી છે. વિકએન્ડ કરફ્યુ દરમિયાન આવશ્યક વસ્તુઓ અને સેવાઓની આપૂર્તિ સાથે જોડાયેલા લોકોને કરફ્યુને લઈને ઈ-પાસ આપવામાં આવશે. આ માટે દિલ્હી સરકારની વેબસાઈટ ઉપર અરજી કરી શકશે.

દિલ્હીમાં તમામ જિલ્લાના કલેકટરોને પોતાના વિસ્તારમાં આવશ્યક વસ્તુઓ અને સેવાઓની આપૂર્તિ સાથે જોડાયેલા લોકોને ઈ-પાસ આપવામાં આવશે. કેટલાક વ્યક્તિઓને ઓળખકાર્ડ દેખાડીને આવવા-જવાની છુટ મળી છે. તેમજ હોસ્પિટલ, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ તથા પરીક્ષા આપવા જતા ઉમેદવાર તથા અન્ય આવશ્યક સેવાઓ જોડાયેલા લોકોને કલેકટર કચેરીથી અલગથી ઈ-પાસ આપવામાં આવશે. ડીડીએમએના આદેશ અનુસાર આવી વ્યક્તિઓને બે શ્રેણી, આવશ્યક વસ્તુઓ અને સેવાઓની આપૂર્તિ અને એક્ઝમ્પ્ટેડ કેટેગરીમાં રાખવામાં આવ્યાં છે. હોસ્પિટલ, ડાયગ્રોસ્ટિક સેન્ટર, ક્લીનિક, રસીકરણ સેન્ટર, મેડિકલ ઈશ્યોરન્સ ઓફિસર, ફાર્મસી, ફાર્મા કંપની અને અન્ય મેડિકલ અને હેલ્થ સેવાઓ સાથે જોડાયેલા લોકો, ફુડ, ગ્રોસરીઝ, ફળ અને શાકભાજી, ડેરી અને મિલ્ક બુથ, એનિમલ ફૂડર, ફાર્માસ્યુટિકલ્સ, ઓપ્ટિશિયન, વીજળીના પંખા, એજ્યુકેશનલ બુક્સ, દવાઓ અને મેડિકલ ઉપકરણો સપ્લાય કરનારાઓ, વેટેનરી સર્વિસઝ, એનિમલ કેયર શેલ્ટર અને પેટ ફુડ શોપ, ન્યૂઝપેપર ડિસ્ટ્રીબ્યુશન સાથે જોડાયેલા લોકો, બેંક અને ઈંશ્યોરન્સ ઓફિસ, એટીએમ, સેવી અને સ્ટોક રિલેટેડ ઓફિસ, રિઝર્વ બેંક અને તેમના દ્વારા જાહેરાત કરેલી આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો, ટેલીકોમ્યુનિકેશન, ઈન્ટરનેસ સેવા, બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસ, આઈટી ઈનેબલ સેવા, પેટ્રોલ પંપ, એલપીજી, સીએનજી, પેટ્રોલિયમ અને ગેસના રિટેલ અને સ્ટોરેઝ આઉટલેટ સાથે જોડાયેલા લોકોને ઈ-પાસ આપવામાં આવશે