Weekly Love Horoscope for Feb 26-March 3: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરેક રાશિની લવ લાઈફ, કરિયર અને સ્વભાવ અલગ હોય છે. રાશિઓ દ્વારા જ વ્યક્તિના પ્રેમ અને સંબંધોના આકલન કરવામાં આવે છે. જ્યોતિષી પાસેથી જાણો આ સપ્તાહ 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી કઈ રાશિઓના જાતકોની લવ લાઈફમાં આવશે ઉતાર-ચઢાવ અને કોના દિવસો રહેશે શાનદાર. ચાલો જાણીએ, મેષથી મીન રાશિઓનું વિગતવાર લવ રાશિફળ
મેષ: આ સપ્તાહે તમારા પ્રેમ જીવનમાં બદલાવ આવશે. રોમાંચક જીવન જીવો, પાર્ટીઓમાં જાવ, કોઈ નવા શોખ અજમાવો અથવા ઓનલાઈન ડેટિંગ માટે સાઈન અપ કરો. બ્રહ્માંડ તમને તમારી બહાર નીકળવા અને કોઈ આકર્ષક વ્યક્તિને શોધવાનો સંકેત આપી રહ્યું છે. જો કમિટેડ છો, તો તમારા સંબંધો ત્યારે મજબૂત બનશે, જ્યારે તમે ખુદને પેટર્નથી મુક્ત કરી લેશો.
વૃષભ: આ સપ્તાહે તમે વિલાસિતાની ઈચ્છા મહેસૂસ કરી શકો છો. કોઈ અજાણની સાતે તમારી વાતચીત રોમાંચકારી બની શકે છે. તાત્કાલિક નિર્ણય લેવાથી બચવા માટે સાવધાની રાખો. ખુદને પ્રેમ કરવા પર વધારે ધ્યાન આપો. જો કમિટેડ છો, તો તમારો સમય સંબંધોમાં ઈન્વેસ્ટ કરો, જેથી પડકારોનો સામનો કરવાનું આસાન થઈ જાય.
મિથુન: આ સપ્તાહે તમારા રોમાંટિક જીવનમાં શાંતિની હળવી હવા વહેશે. જો તમે તેને એકલા મહેસૂસ કરી રહ્યો છો, તો તે વ્યક્તિને તમારી ભાવનાઓ જાહેર કેમ કરી રહ્યા નથી કે જેનું ધ્યાન તમે ઈચ્છો છો? જો કમિટેડ છો, તો તમારા સાથી સાથે ખૂબસૂરત યાદો બનાવો અને બંધનને મજબૂત કરવામાં મદદ કરવા માટે સકારાત્મક ઊર્જાનો લાભ ઉઠાવો.
કર્ક: આ સપ્તાહે તમારા સાથી અલગાવ મહેસૂસ કરી શકે છે. માટે તમારા વિચારો અને ભાવનાઓની બાબતે પારદર્શક રહો. તમારા પ્રિયજનને જણાવવાની જરૂર છે કે તેઓ તમારા માટે કેટલા જરૂરી છે અને તમે તેમની સાથેની કોઈપણ મુશ્કેલી ભરેલી પરિસ્થિતિને દૂર કરશો. વ્યક્તિત્વ અને પારિવારીક સંબંધોનું સંતુલન એક મજબૂત બંધન સુનિશ્ચિત કરશે.
સિંહ: ભલે કેટલાક દિવસ નીરસ લાગે, યાદ રાખો કે સૌથી સામાન્ય દિવસ પણ સરપ્રાઈઝમાં બદલાય શકે છે. પ્રેમમાં આવનારા અજીબ વળાંકનું સ્વાગત કરો. તમે ખુદને નવી પરિસ્થિતિઓમાં જોઈ શકો છો. જો તમે કમિટેડ છો, તો બ્રહ્માંડ તમારી લવ સ્ટોરીને તાજી અને રોમાંચક બનાવશે.
કન્યા: આ સપ્તાહ તમે મિશ્રિત ભાવનાઓના સાગરમાંથી પસાર થઈ શકો છે. પ્રેમી જીવનમાં ઉત્સાહ લાવી શકો છો. જૂના મુદ્દા ઉઠાવી શકો છો. વાત કરવામાં સમય વિતાવો, જેથી ખોટા અર્થ કાઢવામાં આવે નહીં. તમે નિર્ણય લેવામાં ભૂતકાળના અનુભવોને તમારા માર્ગદર્શક બનવા દો નહીં. તમારું હ્રદય પરિવર્તન માટે ખુલ્લું રાખો અને આ સપ્તાહે સારું બનવાના પડકારને પણ સ્વીકારો.
તુલા: જીવનમાં જશ્ન મનાવો. સમાજીક દબાણને તમારું માર્ગદર્શન કવા દો નહીં. ખુદ પર ભરોસો રાખો. આ તમને વાસ્તવિક સંબંધો તરફ લઈ જશે. તમને કોઈ એવું વ્યક્તિ મળશે, જે તમને નેચરલ સ્વરૂપમાં પસંદ કરે ચે. જો કમિટેડ છો, તો પોતાના સંબંધ-બંધનને વિકસિત કરવાનું કામ કરો.
વૃશ્ચિક: આ સપ્તાહે પ્રેમના મોરચા પર કેટલીક મુશ્કેલીઓ જોવા મળવાની શક્યતા છે. તમે ખુદને આવી સ્થિતિઓમાં જોઈ શકો છો, જ્યાં તમે તમારા પરિવારમાં ઝઘડાઓનો સામનો કરો. આ મહત્વપૂર્ણ છે કે આ મુશ્કેલીઓથી તમે આત્મસમ્માન અથવા પ્રેમમાં વિશ્વાસને નબળો પડવા દો નહીં. તરોતાજા રહો અને વિચારવા માટે સમય કાઢો. વિશ્વાસ રાખો કે સારા દિવસો આવવાના છે.
ધન: આ સ્પતાહ સિંગલ લોકો વાતચીત તરફ આકર્ષિત થઈ શકે છે. નવી શરૂઆત દિલચસ્પ થઈ શકે છે. પ્રેમની અલગ-અલગ રાહો અપનાવવા માટે તૈયાર રહો. તે કામ કરો, જે તમને ખુશ કરે. જો કમિટેડ છો, તો તમારું લક્ષ્ય, સપનું અને ત્યાં સુધી કે ડર પણ શેર કરો. સંબંધોને વિકસિત કરવા અને સજાવવાને તમારું લક્ષ્ય બનાવો.
મકર: આ સપ્તાહે તમે પ્રેમ યાત્રામાં સકારાત્મક પ્રગતિ કરશો. ચાહે કોઈ નવી વ્યક્તિને મળવાનું હોય અથવા સાથીની નજીક જવાનું હોય, સારી બાબતો થવાની છે. નવો રોમાંચ અને પ્રેમની સંભાવનાઓ માટે ખુલ્લા રહો. રોમાંચ પ્રત્યે તમારું ઝનૂન તમને સરપ્રાઈઝ સુધી લઈ જઈ શકે ચે.
કુંભ: આ સપ્તાહે તમારી જિજ્ઞાસા તમને પ્રેમ અને સંબંધોના ઊંડાણ સુધી લઈ જશે. જીવનમાં સંતુલન બનાવી રાખવું બેહદ જરૂરી છે. રોમાંટિક રહો. બની શકે કે તમે તમારા જેવા જ જ્ઞાનની ઈચ્છા ધરાવનારી કોઈ વ્યક્તિ તરફ આકર્ષિત થાવ.
મીન: આ સપ્તાહ તમારા સાથીને આગળ વધવા માટે મોટેટ કરો. પોતાના પાર્ટનરની જરૂરત પુરી કરવા માટે દરેક શક્ય કોશિશ કરો કે તમે હંમેશા સાથે ઉભા રહેશો. તમારી સાંભળવાની ક્ષમતા કનેક્શનને મજબૂત કરશે. સમ્માન અને ઈમાનદારીથી જ સંબંધો મજબૂત બને છે.
(ડિસ્કેલમર – આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરી રહ્યા નથી કે તે સંપૂર્ણપણે સત્ય અને ચોક્કસ છે. વિસ્તૃત અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ જરૂર લો)