Site icon Revoi.in

સૂવાથી પણ વજન ઉતરે છે. શું આ વાત તમને ખબર છે?

Social Share

વજન ઉતારવા માટે લોકો કોઈ પણ કામ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. લોકો દ્વારા જીમ, કસરત, હાર્ડ વર્ક કરવામાં આવતા હોય છે પણ તેમના વજનમાં ક્યારેક એટલો ફરક આવતો નથી. આવામાં જાણકારો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક પ્રકારે સૂતા રહેવાથી પણ વજન ઉતરે છે.

જો રાતના સમયમાં રેગ્યુલર સમય કરતા એક કલાક વધારે સૂતા રહેવાથી પણ વજન ઘટે થે તેથી રાત્રે એક કલાકથી વધુ ઊંઘ લો છો, તો તે વજન ઘટાડવામાં મદદ કરશે. દરેક વ્યક્તિ જાણે છે કે અડધાથી વધુ રોગની સારવાર ઊંઘ સાથે સમાપ્ત થાય છે. એટલે કે વધુને વધુ ઊંઘવાથી વજન ઘટાડવાની સાથે માનસિક શાંતિ પણ મળે છે.

જો તમે સૂતા પહેલા પ્રોટીન શેક પીશો તો પણ તમને ઘણા મોટા ફાયદા થશે. જ્યારે પ્રોટીન કાર્બોહાઇડ્રેટ્સ અથવા ચરબી કરતાં વધુ થર્મોજેનિક હોવાનું માનવામાં આવે છે, તે તમારા શરીરને પચવામાં વધુ કેલરી બર્ન કરે છે.

શું તમે જાણો છો કે સ્લીપ માસ્ક પહેરવાનું પણ વજન ઘટાડવા સાથે કનેક્શન છે? એવું માનવામાં આવે છે કે જે લોકો ધૂંધળા પ્રકાશમાં ઊંઘે છે તેમનામાં મેદસ્વી થવાની સંભાવના 21 ટકા હોય છે. ઉલ્લેખનીય છે કે કોઈ પ્રકારની જાણકારીનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.