- વેટલિફ્ટર અંચિતા શેઉલીએ જીત્યો ગોલ્ડ મેડલ
- 20 વર્ષની વયે આ ઉપલબ્ધિ હાંંસલ કરી
દિલ્હીઃ કોમન વેલ્થ ગેમ્સમાં ભારતના યોદ્ધાઓ સતત બાજી મારતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને વેટલિફ્ટિંગમાં અત્યાર સુધી ઘણા મેડલ પ્રાપ્ત થઈ ચૂક્યા છએ ત્યારે આજ શ્રેણીમાં માત્ર 20 વર્ષની વેટલિફ્ટર અંચિતા શેઉલીએ દેશને ત્રીજો સુવર્ણ પદક અપાવ્યો છે અને દેશનું નામ રોશન કર્યું છે.
બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે ત્રીજો ગોલ્ડ મેડલ જીતાનાર અંચિતા શેઉલીની ભઆરતભરમાં ચર્ચા થી રહી છે. ભારતે વેઈટલિફ્ટિંગમાં અત્યાર સુધી 3 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે.આ સાથે જ અંચિતા એ એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે જે પ્રમાણે આ રાઉન્ડમાં આટલું વજન આ પહેલા કોઈએ ઉપાડ્યું ન હતું. તે જ સમયે, અચિંતાએ ત્રીજા પ્રયાસમાં 143 કિલો વજન ઉપાડીને તેના પ્રદર્શન અને રેકોર્ડમાં વધુ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.
માત્ર 20 વર્ષીય અચિંતાએ પુરુષોની 73 કિલોગ્રામ વજનની શ્રેણી કુલ 313 કિગ્રા વજન ઉપાડ્યું, જેમાં સ્નેચ રાઉન્ડમાં 143 કિગ્રા અને ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં 170 કિગ્રા વજન ઉપાડ્યું હતું. ત્રીજા દિવસે રવિવારે ભારત માટે આ બીજો મેડલ હતો. આ પહેલા વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ 67 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો.
અચિંતા અને જેરેમી પહેલા ભારતે શનિવારે વેટલિફ્ટિંગમાં ચાર મેડલ મેળવ્યા હતા ,મહિલાઓમાં મીરાબાઈ ચાનુએ પોતપોતાની વેઈટ કેટેગરીમાં ગોલ્ડ અને બિંદિયારાની દેવીએ સિલ્વર મેડલ ,સંકેત સરગરે સિલ્વર અને ગુરુરાજા પૂજારીએ પુરુષોમાં પોતપોતાની વેઇટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.