Site icon Revoi.in

હૈદરાબાદમાં બની રહેલી ગુગલની ઓફિસની જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કરી પ્રશંસા

Social Share

નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ગૂગલ હવે ભારતના હૈદરાબાદમાં તેની બીજી સૌથી મોટી ઓફિસ બનાવી રહ્યું છે. દરમિયાન ટેક મહિન્દ્રાના સીઈઓ આનંદ મહિન્દ્રાએ હૈદરાબાદમાં બની રહેલી ગુગલની ઓફિસને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું છે. તેમજ લખ્યું છે કે, “આ ફક્ત નવા બિલ્ડિંગ પ્રોજેક્ટ વિશેના સમાચાર નથી,” મેં આની ઉપર અભ્યાસ કર્યો છે. જ્યારે Google જેવી વૈશ્વિક, આઇકોનિક જાયન્ટ કંપની યુ.એસ.ની બહાર કોઈ ચોક્કસ દેશમાં તેની સૌથી મોટી ઓફિસ બનાવવાનું નક્કી કરે છે, ત્યારે તે માત્ર વ્યવસાયિક સમાચાર નથી, તે એક ભૌગોલિક રાજકીય નિવેદન છે. આખરે હવે અહીં બધું થઈ રહ્યું છે…

હૈદરાબાદમાં અમેરિકા બાદ ગુગલની સૌથી મોટી ઓફિસ હશે. ગુગલની સૌથી મોટી ઓફિસ માઉન્ટેન વ્યુ કેલિફેનિયામાં છે. હૈદરાબાદ મોજો નામના ટ્વીટર એકાઉન્ટે ગયા મહિને હૈદરાબાદમાં નિર્માણ સ્થળનો એક વીડિયો જાહેર કર્યો હતો. જેથી ખ્યાલ આવે છે કે, આ ઈમારત 23 માળની હશે અને 2026ના ઉનાળા પહેલા તેનુ કામ પુર્ણ થઈ જશે. પરિયોજનાને લઈને બ્રિટિશ ડીઝાઈન એજન્સીએ ખુલાસો કર્યો હતો કે, આ આ પરિસરની ડિઝાઈન પર વર્ષ 2015થી ગુગસ સાથે કામ કરી રહ્યાં છીએ. આ ઈમારત લગભગ 3 મિલિયન વર્ગ ફુટથી વધુમાં ફેલાયેલી હતી. અહીં 18000 ઉપયોગકર્તાઓ માટે એક કાર્યસ્થળ હશે. એજન્સીએ આ કાર્યાલયની કેટલીક પ્રોટોટાઇપ છબીઓ જાહેર કરી અને કહ્યું કે, તે આબોહવા સંવેદનશીલ અને સ્થિતિસ્થાપક આશ્રયસ્થાન હશે, જે ઓછી ઉર્જા અને આરામ માટે અપગ્રેડ કરી શકાય તેવી સર્વિસિંગ દ્વારા વધારી શકાશે.