અમદાવાદઃ ગુજરાતના જાણીતા યુવા ઉદ્યોગપતિ જક્ષય શાહની વડાપ્રધાન કાર્યાલય દ્વારા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એટલે કે ક્યુસીઆઈના ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે. જક્ષય શાહની ક્યુસીઆઈના ચેરમેન તરીકે નિમણુંકને પગલે રાજ્યના ઉદ્યોગપતિઓ તથા અન્ય સામાજિક આગેવાનોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી.
ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની વર્ષ 1997માં એક સ્વાયત્ત સંસ્થા તરીકે સ્થાપના થઈ હતી. અગાઉ જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા, અરૂણ માયરા, વેણુ શ્રીનિવાસન, અમિતાભ કાંત અને આદિલ ઝૈનીલભાઈ સહિતના આગેવાનો ક્યુસીઆઈના અધ્યક્ષ રહી ચુક્યાં છે. હવે આ યાદીમાં ગુજરાતના યુવા ઉદ્યોગપતિ જક્ષય શાહનું પણ નામ ઉમેરાયું છે.
ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં જાણીતા ઉદ્યોગપતિ જક્ષય શાહે પોતાની આગવી સૂઝ અને મહેનતથી એક અલગ ઓખળ ઉભી કરી છે. હવે તેમને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન બનાવવામાં આવ્યાં છે. CREDAIના પ્રેસિડન્ટ તેજસ જોશી અને સેક્રેટરી વિરલ શાહ સહિતના મહાનુભાવોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી.