Site icon Revoi.in

જાણીતા કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું હાર્ટ એટેકથી નિધન

Social Share

લખનઉ:જાણીતા કથક નૃત્યાંગના અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા પંડિત બિરજુ મહારાજનું 83 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે.તેના પરિવારે આ અંગે માહિતી આપી હતી.બિરજુ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી 1938ના રોજ લખનઉમાં થયો હતો.તેમનું સાચું નામ પંડિત બૃજમોહન મિશ્રા હતું.

કથક નૃત્યાંગના ઉપરાંત તેઓ શાસ્ત્રીય ગાયક પણ હતા. આ સાથે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળી ચૂક્યા છે.બનારસ હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીએ પણ બિરજુ મહારાજને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.

લખનઉના કથક પરિવારમાં જન્મેલા બિરજુ મહારાજના પિતાનું નામ અચ્છન મહારાજ હતું.અને કાકાનું નામ શંભુ મહારાજ હતું. બંનેના નામ દેશના પ્રખ્યાત કલાકારોમાં સામેલ હતા.નવ વર્ષની ઉંમરે પિતાના અવસાન પછી પરિવારની જવાબદારી બિરજુ મહારાજના ખભા પર આવી ગઈ.તેમ છતાં, તેણે તેના કાકા પાસેથી કથક નૃત્યની તાલીમ લેવાનું શરૂ કર્યું અને જીવનની સફર શરૂ કરી.

તેમના નિધન પર મશહૂર ગાયક અદનાન સામીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મહાન કથક નૃત્યાંગના પંડિત બિરજુ મહારાજ જીના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખી છું. આજે આપણે કલા ક્ષેત્રે એક અનોખી સંસ્થાન ગુમાવી છે. તેણે પોતાની પ્રતિભાથી ઘણી પેઢીઓને પ્રભાવિત કરી છે.