Site icon Revoi.in

શ્રીલંકાના જાણીતા ગાયક અને સંગીતકાર સુનીલ પરેરાનું 68 વર્ષની વયે નિધન

Social Share

દિલ્હી:શ્રીલંકાના જાણીતા ગાયક અને સંગીતકાર સુનીલ પરેરાનું નિધન થયું છે. સુનીલનું નિધન કોરોનાવાયરસ સંબંધિત બીમારીઓના કારણે થયું છે. સુનિલ પરેરા 68 વર્ષના હતા.

સુનિલ પરેરાએ પોતાની કારકિર્દીમાં એક ચમકદાર અને મનમોહક ગીતોથી શ્રીલંકાના લોકોનું ઘણું મનોરંજન કર્યું હતું.સુનીલ પરેરા પોતાના ગીતો દ્વારા સામાજિક અન્યાય, ભ્રષ્ટાચાર અને રંગભેદ જેવા મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હતા. શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે પણ સુનીલ પરેરાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

મહિન્દ્રા રાજપક્ષેએ કહ્યું કે,રાજકીય મતભેદો હોવા છતાં, હું માનું છું કે સુનીલ પરેરા સંગીતના ક્ષેત્રમાં તેમના પ્રદર્શન અને ગાયક માટે શ્રીલંકાના લોકોના હૃદયમાં હંમેશા યાદ રહેશે.

સુનીલ પરેરા ગયા મહિને કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા. કોલંબોની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તે હોસ્પિટલમાંથી સાજા થયા બાદ ગયા અઠવાડિયે ઘરે પરત ફર્યા હતા, પરંતુ થોડા સમય બાદ તેને ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેની તબિયત બગડી રહી હતી. સારવાર દરમિયાન સુનીલ પરેરાનું નિધન થયું