Site icon Revoi.in

SPGની ના છતા નવાઝ શરીફની દીકરીના લગ્નમાં પાકિસ્તાન ગયો હતોઃ પીએમ મોદી

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદની કેન્ટીનમાં સાંસદો સાથે ભોજન કર્યું હતું. આ દરમિયાન ભાજપના હિના ગાવિત, એસ.ફાંગનોન કોન્યાક, ટીડીપી સાંસદ રામમોહન નાયડુ, બસપા સાંસદ રિતેશ પાંડે અને બીજદ સાંસદ સસ્મિત પાત્રાએ પીએમ મોદી સાથે ભોજન કર્યું હતું. સાંસદોના અનૌપચારિક લનચની જાણકારી બપોરના 2.30 કલાકે મળી હતી. પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે, ચાલો તમને એક સજા આપવી છે. પીએમ મોદી અને સાંસદોએ કેન્ટીનમાં શાકાહારી ભોજન અને રાગીના લાડુ આરોગ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો સાથે પોતાની યાત્રાઓ અને અનુભવો અંગે પણ વાત કરી હતી.

ભોજન દરમિયાન એક સાંસદે પીએમ મોદીને નવાઝ શરીફના લગ્નની અનપ્લાન્ડ યાત્રા અંગે પૂછ્યું ત્યારે પીએમ મોદીએ કહ્યું કે, બપોરના 2 કલાક સુધી સંસદમાં હતો જે બાદ અફઘાનિસ્તાન જવા રવાના થયો હતો. પરત ફરતી વખતે પાકિસ્તાનમાં રોકાવાનો નિર્ણય કર્યો હતો. જો કે, એસપીજીએ આમ કરવાની ના પાડી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, એસપીજીના ઈન્કાર બાદ પણ મે નવાઝ શરીફને ફોન કર્યો અને પૂછ્યું કે, શું આપ મને રિસિવ કરશો. જે બાદ પીએમ મોદી પાકિસ્તાન ગયા હતા. સાંસદો સાથે ભોજન વખતે પીએમ મોદીએ પોતાની યાત્રાઓ, અનુભવો અને યોગ અંગે પણ મનખોલીને વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ખીચડી  મારુ મનપસંદ ભોજન છે. ક્યારેક ક્યારેક યાત્રાઓ એટલી વધારે હોય છે કે, મને ખ્યાલ નથી રહેતો કે એક દિવસ આરામ કર્યા વગરનો રહ્યો છે.