ભાજપના સાંસદના મરવાની દુઆ કરી રહ્યા હતા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા? વાયરલ વીડિયોથી હડકંપ
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવન્દ્ર ફડણવિસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલે પર ગંભીર આરોપ લગાવ્યા છે. એક વીડિયો શેયર કરીને દાવો કર્યો છે કે પટોલે એક સાંસદની મોતની કામના કરે છે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસ અકોલા અને મહારાષ્ટ્રની જનતાની માફી માંગે. ખાસ વાત એ છે કે આ વિવાદનો પ્રારંભ એવા સમયે થયો છે કે જ્યારે કોંગ્રેસે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે.
ફડણવિસે પટોલેના એક ભાષણનો વીડિયો શેયર કર્યો છે. તેમણે લખ્યું છે કે જ્યાં એક તરફ કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં ન્યાયપત્ર જાહેર કરે છે, તો તેમના મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ નાના પટોલે ભરી સભામાં એક સાંસદના મોતની કામના કરે છે. અસંવેદનશીલતાનું આ નીચત્તમ સ્તર છે. મહારાષ્ટ્રની આ સંસ્કૃતિ નથી કે આપણે વિરોધીઓના મૃત્યુની કામના કરીએ. તેમણે આગળ લખ્યુ છે કે મહારાષ્ટ્ર અને અકોલાની જનતાની તાત્કાલિક માફી માંગો. સાંસદ સંજય ધાોત્રેજીને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય. એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું.
काँग्रेस पक्ष एकिकडे दिल्लीत ‘न्यायपत्र’ जाहीर करतो आणि दुसरीकडे त्यांचे राज्याचे प्रदेशाध्यक्ष नाना पटोले भर सभेत एका खासदाराच्या ‘मृत्यूची कामना’ करतात?
असंवेदनशीलतेचा हा कहर आहे.
निवडणुकीत आपण विरोधक असलो तरी विरोधकांच्या मृत्यूची कामना, ही महाराष्ट्राची संस्कृती नाही.… pic.twitter.com/9TKD9z9Wmj— Devendra Fadnavis (Modi Ka Parivar) (@Dev_Fadnavis) April 5, 2024
ભાજપે શુક્રવારે લોકસભા ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના ધોષણાપત્રને જૂઠ્ઠાણાઓનો ગુલદસ્તો ગણાવ્યો અને આરોપ લગાવ્યો કે દેશમાં દશકાઓ સુધી શાસન કરનારી આ પાર્ટીએ વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે ઘોષણાપત્રમાં કરવામાં આવેલા કોઈ વાયદા પૂર્ણ કર્યા નથી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યુ છે કે મતદાતાઓની વચ્ચે ભ્રમ પેદા કરવા માટે કોંગ્રેસ આ પ્રકારનું ચૂંટણી ઘોષણાપત્ર લાવી છે.
ત્રિવેદીએ કહ્યુ છે કે દશકાઓ સુધી દેશમાં શાસન કરનારી કોંગ્રેસ આજે ન્યાયની વાત કરી રહી છે, પરંતુ તેમની સરકારોએ સત્તામાં રહેતા ન્યાય કર્યો નથી. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રનું નામ ન્યાય પત્ર. મતલબ તેમણે માની લીધું છે કે 55 વર્ષ તેમણે અન્યાય કર્યો છે. કોઈ નવી નવેલી પારટી આમ આદમી પાર્ટી જેવી હોય અને તે કહે તો સમજી શકાતું હતું.