Site icon Revoi.in

પ.બંગાળ: રામ નવમી હિંસા કેસમાં 16 તોફાનીઓની ધરપકડ, NIAએ તપાસ વધુ તેજ બનાવી

Social Share

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પશ્ચિમ બંગાળમાં ધાર્મિક સરઘસ દરમિયાન સાંપ્રદાયિક હુમલાનું કાવતરુ ઘડીને તેને અંજામ આપવાના ચકચારી કેસમાં 16 લોકોની ધરપકડ કરી છે. NIAની તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવેલા હિંસાના વીડિયો ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી અને તેના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના દલખોલામાં આ ઘટના 30 માર્ચ, 2023ના રોજ રામ નવમીની શોભાયાત્રા દરમિયાન તોફાનીતત્વોએ હુમલો કર્યો હતો. ઉત્તર દલખોલાના તજામુલ ચોકમાં હુમલા બાદ ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસાના પગલે રાજ્ય પોલીસે શરૂઆતમાં 162 લોકો સામે કેસ નોંધ્યો હતો. આ પછી, કલકત્તા હાઈકોર્ટે 27 એપ્રિલ 2023 ના રોજ રામ નવમીની ઉજવણી દરમિયાન સાંપ્રદાયિક હિંસા સંબંધિત કેસ NIAને સોંપવાનો આદેશ આપ્યો હતો.

NIAની ટીમે અફરોઝ આલમ, મોહમ્મદ અશરફ ઉર્ફે અશરફ, મોહમ્મદ ઈમ્તિયાઝ આલમ ઉર્ફે ઈમ્તિયાઝ, ઈરફાન ઉર્ફે મોહમ્મદ ઈરફાન આલમ, કૈસર ઉર્ફે ક્વિશર, મોહમ્મદ ફરીદ આલમ, મોહમ્મદ ફુરકાન આલમ, મોહમ્મદ પપ્પુ અને મોહમ્મદ તરીકે થઈ છે. સુલેમાન, મોહમ્મદ સર્જન, મોહમ્મદ નુરૂલ હોદા ઉર્ફે નાનુઆ ઉર્ફે નૂરૂલ હોદા, વસીમ આર્ય ઉર્ફે મોહમ્મદ વસીમ, મોહમ્મદ સલાહુદ્દીન, મોહમ્મદ જન્નત ઉર્ફે જન્નત આલમ, વસીમ અકરમ ઉર્ફે વિકી અને મોહમ્મદ તનવીર આલમ (તમામ રહે, દલખોલા)ની અટકાયત કરીને તેમના રિમાન્ડ મેળવાની કવાયત હાથ ધરી હતી. આ ઉપરાંત આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યાં છે.