પશ્ચિમ બંગાળઃ શબવાહિની રોડની સાઈડમાં ઉભેલી ટ્રક સાથે અથડાઈ, 18ના મોત
દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં નદિયા જિલ્લામાં પૂરઝડપે પસાર થતી શબવાહીની રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. એક મૃતદેહને પરિવારજનો શબવાહીનીમાં લઈને જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતના પગલે શબવાહીનીમાં સવાર તૈયાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. અકસ્માતમાં 18 વ્યક્તિઓના મોત થયાં હતા. માર્ગ અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 18 લોકોના દુ:ખદ મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ઉત્તર 24 પરગણાના બગડાથી 20 થી વધુ લોકો મૃતદેહો લઈને નવદ્વીપ સ્મશાન તરફ જઈ રહ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફુલબારીમાં શબ વાહીની રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ઘણા લોકોના મોત થયા હતા અને અન્ય લોકો ઘાયલ થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસ અને વાહનની વધુ ઝડપને કારણે આ અકસ્માત થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ તપાસ ચાલુ છે.આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે, “નદિયા જિલ્લામાં રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રક સાથે અથડાયા બાદ નાદિયા જિલ્લામાં 18 લોકોના મોત અને 5 અન્ય ઘાયલ થયાની જાણ થતાં મને ખૂબ જ દુઃખ થયું છે. મૃતકના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના.