પશ્ચિમ બંગાળઃ મુક્તિ-માત્રિકા કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ શુક્રવારે વિક્ટોરિયા મેમોરિયલ હોલ, કોલકાતા ખાતે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ, મુક્તિ-માત્રિકા (‘માતા તરીકે સ્વતંત્રતા’) માં હાજરી આપશે. પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધનખર પણ અન્ય મહાનુભાવો સાથે આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
મુક્તિ-માત્રિકામાં પ્રખ્યાત ઓડિસી નૃત્યાંગના ડોના ગાંગુલી અને તેમની મંડળી, દીક્ષા મંજરી દ્વારા નૃત્ય પ્રદર્શન અને જાણીતા સંગીતકાર યુગલ, સૌરેન્દ્રો-સૌમ્યોજીત દ્વારા ગાયનનો સમાવેશ થશે. આ કાર્યક્રમ એ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ, અમૃત મહોત્સવની ચાલી રહેલી ઉજવણીમાં એક મહત્વપૂર્ણ ઘટના છે, જે તેના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની સ્મૃતિમાં યોજવામાં આવે છે.
UNESCO દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં બંગાળની દુર્ગા પૂજાના સમાવેશના સંદર્ભમાં અને 2021-22માં વિક્ટોરિયા મેમોરિયલ હોલની શતાબ્દી ઉજવણીના સંદર્ભમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
(PHOTO-FILE)