- પશ્વિમ બંગાળમાં કોરોનાનો કહેર
- માર્ગદર્શિકા જારી કરવામાં આવી
કોલકાતાઃ- દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે રાજ્યના ઘણા જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ રેટનો આંકડો 10 ટકાને વટાવી ગયો છે.
પશ્વિમબંગાળ રાજ્યમાં ફેલાતા આ વાયરસને જોતા હવે સરકારે એડવાઈઝરી જારી કરી છે. જેમાં જનતા માટે કેટલાક નિયમો અને કાયદા બનાવવામાં આવ્યા છે.આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભીડવાળી જગ્યાઓ અથવા સામૂહિક મેળાવડાથી શક્ય હોય ત્યાં સુધી અંતર જાળવવું જોઈએ.
આ સહીત ખઆસ કરીને વૃદ્ધો, બાળકો, ગર્ભવતી મહિલાઓ અને બીમાર વ્યક્તિઓ માટે વિશેષ સલાહ આપવામાં આવી છે. જો તમને ભીડવાળી જગ્યાઓ અથવા જાહેર વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પાડવામાં આવે છે, તો તમારે માસ્ક પહેરવું જરૂરી છે.
સોમવારના રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉનાળાની સ્થિતિ અને કોરોનાની બાબતોને લઈને કેબિનેટ સ્તરની બેઠક યોજી હતી અને આ બાબતો પર ચર્ચા કરી હતી. ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત કરી શકાય છે.
કારણ કે છેલ્લા 24 કલાકમાં બંગાળમાં 90 નવા કેસ નોંધાયા છે, જે લગભગ છ મહિનામાં સૌથી વધુ છે. સક્રિય કેસોની સંખ્યા પણ વધીને 641 થઈ ગઈ છે.જેને લઈને આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.